- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી
- ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજામાંથી બચી ગયા
- બોલ રોકવાના પ્રયાસ કરતા બોલ અથડાયો
ભારતીય ટીમ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ રમી રહી છે. પ્રથમ મેચમાં જ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજામાંથી બચી ગયા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમ માટે છઠ્ઠી ઓવર નાખવા આવેલા હાર્દિક પંડ્યા બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાથી બચી ગયા હતા.
હાર્દિક ઈજાગ્રસ્ત થતા બચી ગયો
હાર્દિકની ઓવરના બીજા બોલ પર લેફ્ટ હેન્ડેડ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે સામેથી ચોગ્ગો માર્યો, તેને રોકવાના પ્રયાસમાં હાર્દિક પંડ્યાએ તેનો હાથ વચ્ચે નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના જમણા હાથની આંગળીમાં વાગ્યો. શોટ એકદમ ઝડપી હતો, જેના કારણે બોલની અસર હાર્દિકની આંગળી પર પડી હતી. બોલ વાગ્યા બાદ હાર્દિક થોડો ચિંતિત દેખાયો હતો.
ત્યારપછી મેચ થોડીવાર માટે અટકી ગઈ અને ફિઝિયો મેદાનમાં આવ્યા અને હાર્દિકની આંગળી પર નજર કરી. જોકે, થોડા સમય બાદ હાર્દિકે ફરી એકવાર બોલ નાખવા માટે તૈયાર થઈને પોતાની ઓવર પૂરી કરી હતી. હાર્દિકે ઓવર પૂરી કર્યા પછી સ્પષ્ટ થઈ ગયું કે તેની ઈજા બહુ ગંભીર નથી, જે ભારતીય ટીમ અને ફેન્સ માટે સારા સમાચાર છે.
ભારતને ગિલના રૂપમાં ફટકો પડ્યો છે
ભારતીય ટીમ એક પછી એક ફટકો સહન કરી શકતી નથી. કારણ કે ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં અન્ય ખેલાડીની ઈજા ભારતીય કેમ્પની ચિંતા વધારી શકે છે. જોકે, સદનસીબે કંઈ ગંભીર બન્યું ન હતું.