• ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી
  • બુમરાહના ઓવરમાં કોહલીનો શાનદાર કેચ
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

વર્લ્ડ કપ 2023માં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને રમી રહ્યા છે.. ટૂર્નામેન્ટમાં બંનેની આ પ્રથમ મેચ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેચની શરૂઆતના થોડા સમય બાદ આશ્ચર્યજનક કેચ લઈને બઘાના દિલ જીતી લીધા હતા. કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપનર મિશેલ માર્શનો ખૂબ જ મુશ્કેલ કેચ લીધો, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કોહલીની ફિટનેસ અને સ્ફૂર્તીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

કોહલીનો શાનદાર કેચ

ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ત્રીજી ઓવરના બીજા બોલ પર માર્શને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. માર્શે ઓફ સાઈડના પાંચમા સ્ટમ્પ પર લેન્થ બોલ રમવાનો પ્રયાસ કર્યો અને ભૂલ કરી. બોલ બેટની કિનારી લઈને સ્લિપમાં કોહલી પાસે ગયો. કોહલીએ દીપડાની જેમ ઝડપ બતાવી અને ડાબી તરફ ડાઇવ કરીને કેચ પકડ્યો. તમને જણાવી દઈએ કે ડાબી તરફ ડાઈવ કરીને કેચ લેવો ખૂબ જ મુશ્કેલ છે. કોહલીએ જ્યારે કેચ લીધો ત્યારે બુમરાહ ખુશીથી ઉછળી પડ્યો. માર્શે 6 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે કોઈ રન બનાવી શક્યો નહોતો. કોહલીના આ કેચના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.

ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં વિરાટ કોહલીએ આશ્ચર્યજનક કેચ પકડ્યો. કોહલીએ જસપ્રિત બુમરાહની ઓવરમાં હવામાં કૂદીને માર્શનો કેચ લીધો હતો. ઓસ્ટ્રેલિયાનો ઓપનર મિશેલ માર્શ ઝીરો પર આઉટ થયો હતો. કોહલીના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે અને તેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે.

કોહલીએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

માર્શનો કેચ લઈને કોહલીએ એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. એક ફિલ્ડર તરીકે, તે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. હાલમાં તેના નામે 15 કેચ છે. કોહલીએ ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 14 કેચ પકડ્યા હતા. આ લિસ્ટમાં તેના પછી વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે. કપિલ અને સચિને વર્લ્ડ કપમાં 12-12 કેચ પકડ્યા હતા.

ખરેખર, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર મિશેલ માર્શ 6 બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. બુમરાહ ભારત માટે ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. માર્શ આ ઓવરનો બીજો બોલ રમવા માંગતો હતો. પરંતુ બોલ બેટને અડ્યો અને સ્લિપમાં ઉભેલા કોહલીની નજીક પહોંચી ગયો. આ જોઈને કોહલીએ ડાઈવ કરીને આશ્ચર્યજનક કેચ લીધો હતો

  • Follow us on: