- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ
- ચેન્નઈના સ્ટેડિયમમાં બંને દેશ વચ્ચે મેચ
- વર્લ્ડકપ પહેલાં બંને દેશ વચ્ચે રમાઈ હતી વનડે સીરિઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતની 6 વિકેટે જીત થઈ છે. ભારત માટે સૌથી વધુ 97 રન કેએલ રાહુલે કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 116 બોલમાં 85 રન કર્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 11 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના 3 ખેલાડી ખાતું ખોલ્યા વિના આઉટ થયા હતા. રોહિત, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર શૂન્ય પર આઉટ થયા હતા. જે બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ભારતની ઈનિંગ સંભાળી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 8 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 9 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 38 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 6.2 ઓવરમાં 33, ગ્લેન મેક્સવેલે 8 ઓવરમાં 33, કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 અને એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 53 રન આપ્યા છે.
ભારતની ઈનિંગ
182/4 (40 ઓવર)-ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપે ચોથો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 85 રન કરીને આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાના બોલર જોશ હેઝલવુડે કોહલીને આઉટ કર્યો છે. હવે ભારત માટે કેએલ રાહુલ 108 બોલ પર 79 રન કરીને અને હાર્દિક પંડ્યા 7 બોલ પર 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 8 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 9 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 38 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 6 ઓવરમાં 27, ગ્લેન મેક્સવેલે 7 ઓવરમાં 20, કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 અને એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 53 રન આપ્યા છે.
151/3 (35 ઓવર)- વિરાટ કોહલી અને કેએલ રાહુલની પાર્ટનરશિપે ઈન્ડિયાની તરફેલમાં ગેમ કરી છે. અત્યારે વિરાટ કોહલી 108 બોલ પર 80 રન કરીને અને કેએલ રાહુલ 93 બોલ પર 64 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 8 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તેમણે 19 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 6 ઓવરમાં 27, ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 16, કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 અને એડમ ઝામ્પાએ 7 ઓવરમાં 45 રન આપ્યા છે.
120/3 (30 ઓવર)-ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાને ગેમમાં પરત આવવા માટે વિકેટની જરૂર છે. ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલ બંને ફિફ્ટી કરીને બેટિંગ કરી રહ્યા છે. કોહલી 90 બોલ પર 60 રન કરીને અને કેએલ રાહુલ 81 બોલ પર 54 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
97/3 (25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 97 રન બનાવ્યા છે. ભારતે આ ત્રણ વિકેટ પ્રથમ 3 ઓવરમાં જ ગુમાવી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 74 બોલ પર 48 રન કરીને અને કેએલ રાહુલ 66 બોલ પર 46 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 6 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તેમણે 19 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 3 ઓવરમાં 13, ગ્લેન મેક્સવેલે 4 ઓવરમાં 9, કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 અને એડમ ઝામ્પાએ 4 ઓવરમાં 28 રન આપ્યા છે
80/3 (20 ઓવર)- ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે ટીમને ગેમમાં પરત લાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે વિરાટ કોહલી 60 બોલ પર 38 રન કરીને અને કેએલ રાહુલ 50 બોલ પર 39 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 3 ઓવરમાં 13, ગ્લેન મેક્સવેલે 4 ઓવરમાં 9, કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 અને એડમ ઝામ્પાએ 2 ઓવરમાં 20 રન આપ્યા છે.
49/3 (15 ઓવર)- ભારતની 3 વિકેટ બાદ વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ઈનિંગ સંભાળી છે. ઓસ્ટ્રેલિયાના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે ભારતીય બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 51 બોલ પર 31 રન કરીને અને કેએલ રાહુલ 29 બોલ પર 15 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 3 ઓવરમાં 13, ગ્લેન મેક્સવેલે 3 ઓવરમાં 6 અને કેમરોન ગ્રીને 2 ઓવરમાં 11 રન આપ્યા છે.
27/3 (10 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર્સનો ભારતીય બેટ્સમેન પર દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લી 5 ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ માત્ર 15 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 36 બોલ પર 17 રન કરીને અને કેએલ રાહુલ 14 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જોશ હેઝલવુડે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 2 ઓવરમાં 7 અને ગ્લેન મેક્સવેલે 1 ઓવરમાં 1 રન આપ્યો છે.
12/3 (5 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર શૂન્ય પર આઉટ થયા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 17 બોલ પર 5 રન કરીને અને કેએલ રાહુલ 3 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ અને જોશ હેઝલવુડે 2 ઓવરમાં 5 રન આપીને 1 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
199/10 (49.3 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 71 બોલમાં 46 રન સ્ટિવ સ્મિથે કર્યા છે, જ્યારે 52 બોલમાં 41 રન ડેવિડ વોર્નરે કર્યા છે. આ ઉપરાંત માર્નસ લાબુશેને 41 બોલમાં 27, ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 15, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 24 બોલમાં 15 રન અને મિચેલ સ્ટાર્કે 35 બોલમાં 28 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે રવિચંદ્રન અશ્વિને 10 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 6.3 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 26 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.
172/8 (45 ઓવર)- જસપ્રીત બુમરાહે 43મી ઓવરમાં ભારતને વધુ એક સફળતા અપાવી છે. બુમરાહે 24 બોલમાં 15 રન કરનારા પેટ કમિન્સને આઉટ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્ક 16 બોલ પર 7 રન કરીને અને એડમ ઝામ્પા 13 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3, રવિચંદ્રન અશ્વિને 1, કુલદીપ યાદવે 2 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી છે.
156/7 (40 ઓવર)- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લી 5 ઓવરમાં ભારતના બોલર્સે ઓસ્ટ્રેલિયાના 2 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. કુલદીપ યાદવે 25 બોલમાં 15 રન કરનારા ગ્લેન મેક્સવેલને અને રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીને બોલ્ડ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સે 12 બોલ પર 12 રન કરીને અને મિચેલ સ્ટાર્ક 11 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 6 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 16 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપ્યા છે અને હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 21 રન આપ્યા છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિને 9 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ, કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી છે.
138/5 (35 ઓવર)- ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને ભારતીય બોલર્સે પેવેલિયનનો રસ્તો બતાવી દીધો છે. ભારત માટે સૌથી વધુ 3 વિકેટ જાડેજાએ, જ્યારે કુલદીપ અને બુમરાહે 1-1 વિકેટ લીધી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 22 બોલમાં 14 અને કેમરોન ગ્રીન 16 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
119/5 (30 ઓવર)- રવિન્દ્ર જાડેજાએ ભારતને 2 સફળતા અપાવી છે. ઈનિંગની 28મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ 71 બોલમાં 46 રન કરનારા સ્ટિવ સ્મિથને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. જ્યારે 30મી ઓવરમાં 41 બોલમાં 27 રન કરનારા માર્નસ લાબુશેનને અને 2 બોલમાં શૂન્ય રન કરનારા એલેક્સ કેરીને આઉટ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 6 બોલ પર 4 રન કરીને અને કેમરોન ગ્રીન 2 બોલ પર શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારતને જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ વિકેટ અપાવી છે. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવે 7 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી છે.
102/2 (25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના 102 નુકસાને રન બનાવ્યા છે. ભારત માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 1-1 વિકેટ લીધી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેન 26 બોલ પર 17 રન કરીને અને સ્ટિવ સ્મિથ 66 બોલ પર 43 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 21, રવિચંદ્રન અશ્વિને 6 ઓવરમાં 24, અને રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 13 રન આપ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 5 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે.
85/2 (20 ઓવર)- કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી છે. ઈનિંગની 16મી ઓવરમાં કુલદીપે 52 બોલમાં 41 રન કરનારા ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે. જેથી અત્યારે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 51 બોલ પર 36 રન કરીને અને માર્નસ લાબુશેન 11 બોલ પર 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીતવ બુમરાહે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 3 ઓવરમાં 9 રન, હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 21, આર.અશ્વિને 6 ઓવરમાં 24 અને રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 8 રન આપ્યા છે.
71/1 (15 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરથી ભારતના બોલર એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 45 બોલ પર 40 રન કરીને અને સ્વિટ સ્મિથ 39 બોલ પર 31 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન આપ્યા છે. હાર્દિકે 2 ઓવર નાખી છે. જેમાં તેણે 21 રન આપ્યા છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 3 ઓવર ઓવર નાખી છે. જેમાં સિરાઝે માત્ર 9 રન આપ્યા છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 20 અને કુલદીપ યાદવે 2 ઓવરમાં 10 રન આપ્યા છે.
43/1(10 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ગેમ્સમાં પરત આવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર 25 બોલ પર 24 રન કરીને અને સ્ટિવ સ્મિથ 29 બોલ પર 19 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે જસપ્રીત બુમરાહે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 3 ઓવર નાખી છે. જેમાં સિરાઝે માત્ર 9 રન આપ્યા છે. આ સાથે રવિચંદ્રન અશ્વિને 2 ઓવરમાં 10 રન અને હાર્દિક પંડ્યાએ 1 ઓવરમાં 13 રન આપ્યા છે.
16/1(5 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતે ઈનિંગની ત્રીજી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાના ઓપનર મિચેલ માર્શને શૂન્યમાં આઉટ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર 10 બોલ પર 5 રન કરીને અને સ્ટિવ સ્મિથ 14 બોલ પર 11 રન કરીન બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3 અને મોહમ્મદ સિરાઝે 2 ઓવર નાખી છે. બુમરાહે 3 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 9 રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરી
વર્લ્ડકપની પાંચમી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. વર્લ્ડકપ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ભારતની 2-1થી જીત થઈ હતી. જેથી આજની મેચમાં પણ ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે.
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. આ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમની 2-1થી જીત થઈ હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા હેડ ટૂ હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ વર્લ્ડકપની 5મી મેચ હશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ફોર્મેટમાં કુલ 149 મેચો રમાઈ છે. જેમાંથી ભારતે 56 અને ઓસ્ટ્રેલિયાએ 83 વનડે મેચ જીતી છે, જ્યારે 10 મેચોમાં કોઈ પરિણામ આવ્યું નથી.
મેચ પ્રિડિક્શન
આ બંને ટીમો વનડે વર્લ્ડકપમાં કુલ 12 વખત સામસામે આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયા 8 વખત જીત્યું છે અને ભારત માત્ર 4 વખત જીત્યું છે. સાથે ચેન્નાઈના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 2 અને ભારત માત્ર 1 મેચ જીત્યું છે. આ રેકોર્ડ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયા ભારતને સારી ટક્કર આપી શકે છે.
પિચ રિપોર્ટ
ચેન્નાઈની પીચ હંમેશા સ્પિનરો માટે મદદરૂપ હોય છે. આને સામાન્ય રીતે સ્પિન ટ્રેક કહેવામાં આવે છે. જો કે, બેટ્સમેનો પાસે પણ રન બનાવવાની તક હોય છે. આ પીચ શુષ્ક છે અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ ધીમી થતી જાય છે. જેના કારણે આ પીચ પર પાછળથી બેટિંગ કરવી મુશ્કેલ છે.
વેધર રિપોર્ટ
આ મેચ દરમિયાન ચેન્નાઈમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે. અહીં સરેરાશ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 71 ટકા સુધી રહેશે. પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે, જ્યારે વરસાદની આગાહી 50% છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી(વિકેટકીપર),ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ(કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝામ્પા.











