• આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચ
  • પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર થઈ હતી
  • સાઉથ આફ્રિકા પ્રથમ મેચ જીત્યું હતું

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની વર્લ્ડકપની મેચમાં સાઉથ આફ્રિકાની 134 રને જીત થઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 177 રન પર ઓલઆઉટ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 311 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 312 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમનો ટોપ ઓર્ડર ફેલ સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 46 રન માર્નસ લાબુશેને કર્યા છે, જ્યારે મિચેલ માર્શ 7, ડેવિડ વોર્નર 13, સ્ટિવ સ્મિથ 19, જોશ ઈંગ્લિશ 5, ગ્લેન મેક્સવેલ 3, માર્કસ સ્ટોઇનિસ 5 અને મિચેલ સ્ટાર્ક 27 રન બનાવીને આઉટ થયો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કાગિસો રબાડાએ 8 ઓવરમાં 33 રન આપીને 3, કેશવ મહારાજે 10 ઓવરમાં 30 રન આપીને 2, માર્કો જેન્સને 7 ઓવરમાં 54 રન આપીને 2, લુંગી એનગિડીએ 6 ઓવરમાં 11 રન આપીને 1 અને તબરેઝ શમ્સીએ 7.5 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાને 96 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર 27 બોલમાં 13, મિશેલ માર્શ 15 બોલમાં 7, સ્ટિવ સ્મિથ 16 બોલમાં 19, જોશ ઈંગ્લિસ 4 બોલમાં 5, ગ્લેન મેક્સવેલ 17 બોલમાં 3 અને માર્કસ સ્ટોઇનિસ 4 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે અત્યારે ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેન 47 બોલ પર 22 રન કરીને અને મિશેલ સ્ટાર્ક 22 બોલ પર 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કાગિસો રબાડાએ 6 ઓવરમાં 22 રન આપીને 3, કેશવ મહારાજે 7 ઓવરમાં 22 રન આપીને 1, માર્કો જેન્સને 4 ઓવરમાં 31 રન આપીને 1 અને લુંગી એનગિડીએ 6 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે.

સાઉથ આફ્રિકાએ આપેલા 312 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પેહલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 311 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાની ઈનિંગ

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. સાઉથ આફ્રિકાએ 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 311 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 312 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 106 બોલમાં 109 રન ક્વિન્ટન ડી કોકે કર્યા છે. આ ઉપરાંત એડેન માર્કરામે 44 બોલમાં 56, ટેમ્બા બાવુમાએ 55 બોલમાં 35, રાસી વાન ડેર ડુસેને 30 બોલમાં 26 અને હેનરિક ક્લાસેને 27 બોલમાં 29 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિશેલ સ્ટાર્કે 9 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 9 ઓવરમાં 60 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ, પેટ કમિન્સે 9 ઓવરમાં 71 રન આપીને 1 વિકેટ અને એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 70 રન આપીને 1 વિકેટ લીધી છે.

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા 55 બોલમાં 35 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ક્વિંટન ડિ કોક 80 બોલ પર 84 રન કરીને અને રાસી વાન ડેર ડુસેન 15 બોલ પર 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 13, જોશ હેઝલવુડે 5 ઓવરમાં 33 રન આપ્યા છે. સાથે ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્ટે 3 ઓવરમાં 21, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 27 મિચેલ માર્શે 1 ઓવરમાં 6 અને માર્કસ સ્ટોઇનિસે 2 ઓવરમાં 11 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી વર્લ્ડકપની 10મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

વર્લ્ડકપની 10મી મેચ આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ લખનઉના એકાના સ્પોર્ટ્સ સિટીમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચ હાર્યું હતું, જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી હતી.

આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. આ મેચ લખનઉમાં રમાશે. ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ મેચ જીતી હતી. સાઉથ આફ્રિકાએ તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

લખનઉની પીચ પર બોલરોને મળશે મદદ?

આંકડા દર્શાવે છે કે લખનઉની પીચ પર બોલરોને મદદ મળે છે. ખાસ કરીને સ્પિન બોલરોને મદદ મળે છે. જો કે, આ પિચ પર બેટ્સમેન સરળતાથી રન પણ બનાવી શકે છે. આ પિચ પર ટોસ જીતનારો કેપ્ટન પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા હેડ ટૂ હેડ

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે વર્લ્ડકપમાં 7 વખત આમને-સામને આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની 3 મેચમાં અને સાઉથ આફ્રિકાની 2 મેચમાં જીત થઈ છે. સાથે જ બંને ટીમ વચ્ચે રમાયેલી 1 મેચ ડ્રો રહી છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન,જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

સાઉથ આફ્રિકા- ક્વિન્ટન ડી કોક (વિકેટકીપરક), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી


  • Follow us on: