• સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ શરૂ
  • 5 મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે
  • ઓસ્ટ્રેલિયાને જીત માટે 223 રનનો ટાર્ગેટ

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ બ્લોમફોંટેનના મંગુંગ ઓવલમાં રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ પહેલાં બેટિંગ કરીને 49 ઓવરમાં 222 રન બનાવ્યા છે. આફ્રિકા માટે કેપ્ટન ટેમ્બા બાવુમાએ શાનદાર સદી ફટકારીને ટીમને સમ્માનજનક સ્કોર અપાવ્યો છે. બાવુમાએ 142 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 114 રન બનાવ્યા છે.

136 બોલ પર સદી પૂર્ણ કરી

બાવુમાએ 136 બોલ પર સદી પૂર્ણ કરી હતી. બાવુમાએ ટીમ માટે એ સમયે સદી ફટકારી છે, જ્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા. આ મેચમાં ઓપનિંગ કરનારા ટેમ્બા બાવુમા અણનમ પરત ફર્યા છે. બાવુમા ઉપરાંત લગભગ તમામ બેટ્સમેન આ મેચમાં નિષ્ફળ નિવળ્યા છે.

બાવુમાએ એકતરફી ઈનિંગ સંભાળી

એક તરફ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ આઉટ થતા હતા, બીજી તરફ બાવુમાએ એકતરફી ઈનિંગ સંભાળી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર ક્વિંટન ડી કોકના રૂપે ગુમાવી હતી. ટીમને પ્રથમ ઝટકો 9મી ઓવરની બીજી બોલ પર લાગ્યો હતો. જે બાદ 12મી ઓવરની છેલ્લી બોલ પર ટીમના સ્ટાર બેટ્સમેન વેન ડર હુસેન 8 રન બનાવીને આઉટ થયા હતા.

100 રને અડધી ટીમ આઉટ

19મી ઓવરની બીજી બોલ પર એડ માર્કરમ 19 રન બનાવીને આઉટ થયો હતો. તેમણે કેમરૂન ગ્રીને પોતાનો શિકાર બનાવ્યો હતો. જે બાદ હેનરિક ક્લાસેન 14 રન બનાવીને આઉટ થયો હતો. આમ 100 રનના સ્કોર પર ડેવિડ મિલરના રૂપે ટીમને 5મો ઝટકો લાગ્યો હતો.

ઓસ્ટ્રેલિયાને 223 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાએ 36મી ઓવરની છેલ્લી બોલ પર 32 રન કરનારા માર્કો જેસનને આઉટ કર્યો હતો. જે બાદ ગેરાલ્ડ કોએટ્જી 2 રન બનાવીને આઉટ થયો હતો. આમ સાઉથ આફ્રિકાની ટીમમાં એકમાત્ર કેપ્ટન સારી ઈનિંગ રમ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • Follow us on: