• સાઉથ આફ્રિકાની ટીમને મોટો ઝટકો
  • ક્વિંટન ડી કોકે સંન્યાસની કરી જાહેરાત
  • ડી કોક વર્લ્ડકપમાં રમશે છેલ્લી વનડે મેચ

સાઉથ આફ્રિકી વિકેટકીપર બેટ્સમેનન ક્વિંટન ડી કોકે મોટી જાહેરાત કરી છે. વર્લ્ડકપ બાદ ડી કોક વનડે ફોર્મેટને અલવિદા કહી દેશે. મંગળવારે સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ક્વિંટન ડી કોકને સ્થાન મળ્યું છે, આમ છતાં આ વિકેટકીપર બેટ્સમેને પોતાના નિર્ણયથી સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે.

ક્વિંટન ડી કોકે સાઉથ આફ્રિકાને આપ્યો મોટો ઝટકો

આ વર્ષે વર્લ્ડકપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમવામાં આવશે, જ્યારે વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માટે સાઉથ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત બાદ ક્વિંટન ડી કોકે મોટો નિર્ણય લીધો છે. ડી કોક વર્લ્ડકપ બાદ આ ફોર્મેટમાં રમશે નહીં.

ક્વિંટન ડી કોકનું કરિયર

ક્વિંટન ડી કોકના વનડે કરિયર પર નજર નાખવામાં આવે તો, આ ખેલાડીએ 140 મેચમાં સાઉથ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત ક્વિંટન ડી કોક સાઉથ આફ્રિકા માટે 54 ટેસ્ટ અને 80 T-20 મેચ રમ્યો છે. ક્વિંટન ડી કોકે 140 વનડે મેચમાં 5 હજાર 966 રન બનાવ્યા છે. આ દરમિયાન ડી કોકની એવરેજ 44.86 અને સ્ટ્રાઈક રેટ 96.09ની રહી છે. આ ફોર્મેટમાં ડી કોકે 17 સદી અને 29 ફિફ્ટી ફટકારી છે.

  • Follow us on: