• રોહિત શર્મા વર્લ્ડકપ બાદ કરી શકે સંન્યાસની જાહેરાત
  • 2 મહિના ટીમ સાથે યાદ બનાવવાનું આપ્યું નિવેદન
  • રોહિત શર્મા સંન્યાસ લેશે તો ટીમ ઈન્ડિયામાં કેપ્ટન કોણ બનશે?

વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે એક મહિનાનો સમય બચ્યો છે. જેથી ટીમ ઈન્ડિયાએ એશિયા કપ અને વનડે વર્લ્ડકપ માટે તૈયારી શરૂ કરી છે. કેપ્ટન રોહિત શર્મા પણ પોતાના જુના અંદાજમાં આવવા માટે ખુબ પરસેવો પાડી રહ્યો છે. આટલું જ નહીં તેમણે એશિયા કપ પહેલાં વિરોધી ટીમને પોતાના જુના અંદાજ માટે સાવચેત કરી છે. જો કે, કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માના પ્રદર્શનમાં થોડી અસર દેખાઈ છે, પરંતુ હવે હિટમેન પાસે નામ કમાવવાની શાનદાર તક છે. આ તમામ વચ્ચે રોહિત શર્માએ સંન્યાસ લેવાનો ઈશારો કર્યો છે.

રોહિતે 2020 બાદ માત્ર 1 સદી ફટકારી

વનડે મેચમાં રોહિત શર્માના બેટથી વર્ષ 2020 બાદ માત્ર એક સદી જોવા મળી છે. હિટમેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24 જાન્યુઆરીએ સદી ફટકારી હતી. આ પહેલાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2020માં 119 રન બનાવ્યા હતા. વર્ષ 2019માં રોહિત શર્મા પીક પર જોવા મળ્યો હતો. હિટમેન તે વર્ષે ટોપ રન સ્કોરર સાહિત થયો હતો. રોહિતે 2019માં 5 સદી સાથે 648 રન બનાવ્યા હતા. હવે કેપ્ટન 4 વર્ષ બાદ તે જ અંદાજ પરત લાવવા માંગે છે. રોહિતની વધતી ઉંમરને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે વર્લ્ડકપ બાદ સંન્યાસ લઈ શકે છે. તેમણે પણ ઈશારો કરતા કહ્યું કે, આગામી 2 મહિના સુધી હું ટીમ સાથે વધુ યાદો બનાવવા માંગુ છું.

હું જુનો રોહિત બનવા માંગુ છું- રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું કે, મારા માટે એ જરૂરી છે કે, હું ખુદને કેવી રીતે પ્રેશરથી મુક્ત રાખું છું. હું મારો રોલ નિભાવવામાં બહારની વસ્તુને ધ્યાનમાં રાખતો નથી. પછી ભલે તે સકારાત્મક હોય કે પછી નકારાત્મક. હું 2019 વર્લ્ડકપ પહેલાં જેવો હતો, તેવો બનવા માંગુ છું. હિટમેને આગળ કહ્યું કે, તે સમયે હું સારી માનસિક સ્થિતિમાં હતો અને ટૂર્નામેન્ટ માટે ખુબ સારી તૈયારી કરી હતી. હું તે માનસિકતાને પરત લાવવા માંગુ છું અને આવું કરવા માટે મારી પાસે સમય નથી. હું તે યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે, એક ખેલાડી અને એક વ્યક્તિ તરીકે 2019 વર્લ્ડકપ પહેલાં હું કેવી રીતે રમતો હતો. હું વ્યક્તિગત રીતે મારી તે વિચારધારા પર ફરી ફોકસ કરવા માંગુ છું.

  • Follow us on: