- 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
- ભારત પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે ટક્કર
એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમવામાં આવશે. ગત વખતે આ ટૂર્નામેન્ટનું આયોજન T-20 ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. એશિયા કપના વનડે ફોર્મેટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે જોરદાર રેકોર્ડ છે, ત્યારે જુઓ આ ટૂર્નામેન્ટમાં કયા 10 બેટ્સમેનોએ સૌથી વધુ રન બનાવ્યા છે.
રોહિત શર્માના નામે ખાસ રેકોર્ડ
એશિયા કપના વનડે ફોર્મેટમાં રોહિત શર્માના નામે શાનદાર રેકોર્ડ છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા એક્ટિવ ખેલાડી છે. રોહિતના નામે એશિયા કપના વનડે ફોર્મેટમાં 22 મેચમાં 745 રન છે. આ દરમિયાન રોહિતે 1 સદી અને 6 ફિફ્ટી પણ ફટકારી છે. આ વખતે તે કેપ્ટન છે અને ઈનિંગની શરૂઆત કરશે. જેથી રોહિતને રોકવો એ બોલર્સ માટે આકરી કસોટી સાબિત થશે.
61.30ની એવરેજથી કોહલીએ બનાવ્યા રન
એશિયા કપના વનડે ફોર્મેટમાં કિંગ કોહલીના નામે પણ શાનદાર આંકડા છે. કોહલીએ ટૂર્નામેન્ટની 11 મેચમાં 61.30ની એવરેજથી 613 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 1 ફિફ્ટી સામેલ છે. પાકિસ્તાન વિરુદ્ધ કિંગ કોહલીએ 183 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. 2014 બાદ વિરાટ કોહલી એશિયા કપના વનડે ફોર્મેટમાં રમ્યો નથી.
ક્યા બેટ્સમેને કેટલા રન બનાવ્યા?
| બેટ્સમેન | મેચ | રન |
| સનથ જયસૂર્યા | 25 | 1220 |
| કુમાર સંગાકારા | 24 | 1075 |
| સચિન તેંડુલકર | 23 | 971 |
| શોએબ મલિક | 17 | 786 |
| રોહિત શર્મા | 22 | 745 |
| અર્જુન રાણાતુંગા | 19 | 741 |
| મુશફિકુર રહીમ | 21 | 699 |
| મહેલા જયવર્ધન | 28 | 674 |
| મહેન્દ્ર સિંહ ધોની | 19 | 648 |
| ડી સિલ્વા | 24 | 645 |