• 30 ઓગસ્ટે એશિયા કપની થશે શરૂઆત
  • ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ
  • ભારતીય બેટ્સમેનોએ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી

એશિયા કપ 2023 માટે તમામ ટીમે તૈયારી શરૂ કરી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ માટે 15 ખાસ બોલરને તૈયાર કર્યા, જે ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદ કરે છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ2 સપ્ટેમ્બરે યોજાશે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન અફરીદી બેટ્સમેન માટે મોટી સમસ્યા બની શકે છે. જેથી કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ બેટ્સમેન ખાસ તૈયારી કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાએ નેટ્સ બોલર્સ સાથે પ્રેક્ટિસ શરૂ કરી

રોહિત અને રાહુલ પ્રેક્ટિસમાં ખુબ પરસેવો પાડી રહ્યા છે. શાહીન અફરીદી અને નસીમ શાહ ભારતીય બેટ્સમેન માટે સૌથી મોટું ટેન્શન બની શકે છે. આ બંને બોલર ઘાતક છે. જેથી આનો સામનો કરવા માટે ટીમ ઈન્ડિયાએ નેટ્સ બોલર્સ સાથે પ્રેક્ટિસ શરૂ કરી છે. આ પ્રેક્ટિસમાં રાહુલ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હવે તે સંપૂર્ણ ફિટ છે અને મેદાન પર પરત ફર્યો છે. સાથે કેપ્ટન રોહિત વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ બાદ બ્રેક પર હતો. હવે તે પણ એશિયા કપ માટે ટીમ સાથે મહેનત કરી રહ્યો છે.

https://www.instagram.com/p/CwaEY2cs3gz/?utm_source=ig_embed&ig_rid=82dbbe68-cdf7-4e78-a122-08da4724eb28


તિલક પાસે ઈન્ટનરનેશનલ ડેબ્યૂ કરવાની તક

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ એશિયા કપ માટે શુભમન ગિલ, શ્રેયસ અય્યર, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સામેલ કર્યો છે. તિલક પાસે વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ નથી, પરંતુ તે પ્રતિભાશાળી છે. તિલકે ઘરેલૂ મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે. તે ઈન્ટનરનેશનલ ડેબ્યૂ પણ કરી શકે છે. તિલકને ટીમ ઈન્ડિયા નંબર 4 પર બેટિંગ કરવાની તક આપી શકે છે. આ પોઝીશન માટે શ્રેયસ અય્યરને પણ તક આપવામાં આવી શકે છે.

  • Follow us on: