• એશિયા કપની 30 ઓગસ્ટથી થશે શરૂઆત
  • ભારત 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે
  • રોહિત શર્માએ કેપ્ટન તરીકે સદી ફટકારી

એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ફરી એક વખત રોહિત શર્માના નેતૃત્વમાં મેદાન પર ઉતરશે. આ પહેલાં 2022 અને 2018નો એશિયા કપ પણ ભારતીય ટીમ રોહિત શર્માના નૈતૃત્વમાં રમી હતી. જેમાં 2018માં ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ વર્ષે રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ એમ.એસ ધોની પણ બનાવી શક્યા નહતા.

રોહિત શર્માએ ફટકારી સદી

રોહિત શર્મા એકમાત્ર ભારતીય કેપ્ટન છે. જેમણે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં સદી ફટકારી છે. 1984થી રમવામાં આવતા એશિયા કપમાં અનેક ખેલાડીએ ભારતીય ટીમનું નૈતૃત્વ કર્યું છે, પરંતુ કેપ્ટન તરીકે કોઈ ખેલાડી સદી ફટાકારી શક્યો નહતો. રોહિત શર્માએ 2018ના એશિયા કપમાં આ સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમવામાં આવી હતી.

શિખર ધવને પણ સદી ફટકારી હતી

બંને દેશ વચ્ચે પ્રથમ મેચ ગ્રુપ તબક્કામાં રમવામાં આવી હતી. બીજી મેચ સુપર-4માં રમવામાં આવી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી, ત્યારે કેપ્ટન રોહિત શર્માએ સુપર-4ના તબક્કામાં અણનદ સદી ફટકારી ભારતને 9 વિકેટે જીત અપાવવમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. આ મેચમાં ઓપનર શિખર ધવને પણ સદી ફટકારી હતી. રોહિત શર્માએ 119 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 111 રન અને શિખર ધવને 100 બોલમાં 16 ફોર અને 2 સિક્સની મદદથી 114 રન બનાવ્યા હતા.

ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નહતી

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2018માં ભારતીય ટીમ ફાઈનલ સુધી એક પણ મેચ હારી નહતી. જો કે, અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવામાં આવેલી મેચ ડ્રો થઈ હતી. રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ખિતાબ જીત્યો હતો.

  • Follow us on: