• એશિયા કપ પહેલાં પાકિસ્તાની ટીમને ફાયદો
  • પાકિસ્તાન વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ બની
  • બાબર આઝમ રેન્કિંગમાં નંબર 1 ખેલાડી બન્યો

એશિયા કપ 2023 પહેલાં પાકિસ્તાન અને ટીમના કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ટીમ અને કેપ્ટન બંનેએ વનડે રેન્કિંગમાં નંબર 1ની પોઝીશન પ્રાપ્ત કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 મેચની વનડે સીરિઝમાં 3-0થી હરાવ્યું, જે બાદ પાકિસ્તાની ટીમને રેન્કિંગમાં ફાયદો થયો છે. સાથે જ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વનડે રેન્કિંગમાં નંબર વન પર આવ્યો છે.

ટોપ-5માં શુભમન ગિલને મળ્યું સ્થાન

ICC વનડેની ટોપ-5 રેન્કિંગમાં માત્ર એક ભારતીય શુભમન ગિલને સ્થાન મળ્યું છે. ગિલ રેન્કિંગમાં નંબર 4 પર છે. સાથે બાબર આઝમની વાત કરવામાં આવે તો, બાબર 880 રેટિંગ સાથે નંબર વન પર છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના રાસી વેન ડેર ડુસેન 777 રેટિંગ સાથે બીજા નંબરે, પાકિસ્તાનના ઈમામ ઉલ હક 752 રેટિંગ સાથે ત્રીજા અને શુભમન ગિલ 743 રેટિંગ સાથે નંબર 4 પર છે. સાથે પાકિસ્તાનના ફખર જમાન 740 રેટિંગ સાથે નંબર 55 પર છે.

વનડે રેન્કિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓને દબદબો

ICC વનડે રેન્કિંગની ટોપ-5ની યાદીમાં 3 પાકિસ્તાની, એક ભારતીય અને 1 સાઉથ આફ્રિકાનો ખેલાડી છે. એટલે વનડે રેન્કિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓને દબદબો છે. ટોપ-10 જોવામાં આવે તો, ભારતીય સ્ટાર વિરાટ કોહલી 705 રેટિંગ સાથે 9માં સ્થાને છે. આ ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્મા 693 રેટિંગ સાથે નંબર 11 પર છે.

વનડેની નંબર વન ટીમ બની પાકિસ્તાન

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને વનડે સીરિઝમાં 3-0થી હરાવી પાકિસ્તાની ટીમ વનડેની નંબર વન ટીમ બની છે. આ વખતનો એશિયા કપ પણ વનડે ફોર્મોટમાં રમવામાં આવશે. જેથી આ પાકિસ્તાન માટે વનડેમાં મોટી ઉપલબ્ધિ છે. સાથે વનડે રેન્કિંગમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી એક સ્થાન નીચે ત્રીજા સ્થાને છે. પછી નંબર 4 પર ન્યૂઝીલેન્ડ અને નંબર 5 પર ઈંગ્લેન્ડની ટીમ છે.

  • Follow us on: