- 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
- ભારત 2 સપ્ટેમ્બરથી અભિયાનની કરશે શરૂઆત
- ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીને મળશે ઓપનિંગની તક?
ટીમ એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ 2 સપ્ટેમ્બરે રમવામાં આવશે, પરંતુ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે? ખાસ કરીને રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે? રોહિત સાથે ઓપનિંગ કરવામાં શુભમન ગિલ અને ઈશાન કિશન મજબૂત દાવેદાર છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કોના પર દાવ રમશે? વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝમાં ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનિંગની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલનો ઓપનર તરીકે પ્રયોગ કરવામાં આવ્યો હતો. જો કે, વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝમાં રોહિત શર્મા ટીમનો ભાગ નહતો.
કયા ખેલાડીની દાવેદારી મજબૂત
શુભમન ગિલે ઓપનર તરીકે પ્રભાવિત પ્રદર્શન કર્યું છે. ભારતીય મેચ ઉપરાંત શુભમન ગિલે IPLમાં ઓપનરની ભૂમિકા નિભાવી હતી. IPL 2023 સિઝનમાં શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ માટે રમ્યો હતો. આ સિઝનમાં શુભમન ગિલે 3 સદી ફટકારી હતી. સાથે ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. ઈશાન કિશને પણ ઓપનર તરીકે પ્રભાવિત પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસ પહેલાં શુભમન ગિલે વનડે ફોર્મેટમાં બેવડી સદી ફટકારને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ ઈશાન કિશન પણ વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.
ઈશાન કિશન અને શુભમન.. કોને મળશે તક?
આંકડા પર જોવામાં આવે તો ઈશાન કિશન અને શુભમન ગિલ બંને ખેલાડીઓએ ઓપનર તરીકે સારૂં પ્રદર્શન કર્યું છે. હવે જોવું એ દિલચસ્પ રહેશે કે, એશિયા કપમાં રોહિત શર્મા સાથે ઓપનર તરીકે કયા ખેલાડીને તક મળે છે. ટીમ મેનેજમેન્ટ માટે ઈશાન કિશન અને શુભમન ગિલમાંથી પસંદગી કરવી સરળ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમવામાં આવશે.