- સાઉથ આફ્રિકા વિરુદ્ધ વોર્નરનો હાહાકાર
- વોર્નરે 85 બોલ પર ફટકારી સદી
- વનડે કરિયરમાં ઝટપી 6 હજાર રન પૂર્ણ કર્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિન વોર્નર ગત થોડા સમયથી પોતાના ફોર્મને લઈ સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમવામાં આવેલી પ્રથમ વનડેમાં વોર્નર ડક આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ શનિવારે વોર્નર અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી વનડે મેચમાં વોર્નરે ટ્રૈક્સિ હેડની સાથે મળી 9.5 ઓવરમાં સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો હતો.
હેડ 64 રન બનાવીને આઉટ થયો
જો કે, 11મી ઓવરની 5મી બોલ પર હેડ 36 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી 64 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ 11મી ઓવરની છેલ્લી બોલ પર કેપ્ટન મિચેલ માર્શ પણ આઉટ થયા હતા, પરંતુ વોર્નરે અટકવાનું નામ લીધું નહતું. અંતે વોર્નરે 85 બોલ પર 12 ફોર અને 3 સિક્સની મદદથી સદી ફટકારી હતી.
બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો
આ સાથે જ વોર્નરે પોતાના નામે અનેક રેકોર્ડ કરી લીધા છે. આ સદી પૂર્ણ કરવા સાથે જ વોર્નરે સૌથી વધુ સદી ફટકારનારા બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો છે. સાથે જ વોર્નર સૌથી વધુ સદી ફટકારનારા દુનિયાના 14માં બેટ્સમેન બની ગયા છે. આ સાથે વોર્નર ઝડપી 6 હજાર રન કરનારા દુનિયાના ચોથા બેટ્સમેન બની ગયા છે. તેમણે 140 ઈનિંગમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ઓવરઓલ આ રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે આ કારનામું 121 ઈનિંગમાં કર્યું હતું.
10 ઓવરમાં બનાવ્યા 100 રન
આ ઈનિંગમાં ડેવિડ વોર્નરે પોતાની ટીમ માટે મોટો સ્કોર પણ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એવી બીજી ટીમ બની છે. જેણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 10 ઓવરની અંદર 100 રન બનાવ્યા છે. આ પહેલાં 2017માં આ કારનામું શ્રીલંકાની ટીમે 9.4 ઓવરમાં કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નર ગત થોડા સમયથી ખરાબ ફોર્મમાં હતો. જેથી ટિકાકારો વોર્નરને સંન્યાસ લેવાની સલાહ આપતા હતા, પરંતુ શનિવારે વોર્નરે પોતાના બેટથી ટિકાકારોનું મો બંધ કરી દીધું છે.