• ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
  • ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
  • ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ 2 મેચમાં મેળવી છે જીત


બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની 8 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 245 રન બનાવ્યા હતા. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 246 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમના ઓપનર ડેવોન કોનવેએ 59 બોલમાં 45 અને રચિન રવિન્દ્રએ 13 બોલમાં 9 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન કેન વિલિયમ્સન 107 બોલમાં 78 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. સાથે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિચેલે 67 બોલમાં અણનમ 89 અને ગ્લેન ફિલિપ્સે 11 બોલમાં 16 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મુશ્ફિકુર રહિમે 8 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ અને શાકિબ અલ હસને 10 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપાંત બાંગ્લાદેશના શોરીફુલ ઈસ્લામે 7.5 ઓવરમાં 43, તસ્કીન અહમદે 8 ઓવરમાં 56 અને મહેંદી હસન મિરાજે 9 ઓવરમાં 58 રન આપ્યા છે.

બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકસાને 123 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે 59 બોલમાં 45 રન કરીને અને રચિન રવિન્દ્ર 13 બોલમાં 9 રન કરીને આઉટ થયો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમ્સન 67 બોલ પર 46 રન કરીને અને ડેરિલ મિચેલ 11 બોલ પર 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મુસ્તાફિઝુર રહેમાને 6 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ અને શાકિબ અલ હસને 6 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. બાંગ્લાદેશે આપેલા 246 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગ અને કેન વિલિયમ્સન ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 9 વિકેટના નુકસાને 245 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશની ઈનિંગ

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી મેચમાં બાંગ્લાદેશે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 245 રન બનાવ્યા છે. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 246 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આવી હતી. બાંગ્લાદેશ માટે સૌથી વધુ 75 બોલમાં 66 રન વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમે કર્યા છે, જ્યારે લિટ્ટન દાસ 1 બોલમાં શૂન્ય, તંજીદ હસન 17 બોલમાં 16, મહેંદી હસન મિરાજ 46 બોલમાં 30, નજમુલ હસન શાંતો 8 બોલમાં 7, શાકિબ અલ હસન 51 બોલમાં 40, તૌહીદ હૃદોય 25 બોલમાં 13 અને તસ્કીન અહમદ 19 બોલમાં 17 રન કરીને આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેંટ બોલ્ટે 10 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ, મેટસ હેનરીએ 10 ઓવરમાં 58 રન આપીને 2, લોકી ફર્ગ્યૂશને 10 ઓવરમાં 49 રન આપીને 3, મિચેલ સેંટનરે 10 ઓવરમાં 31 રન આપીને 1 અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે.

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ બાંગ્લાદેશે 4 વિકેટના નુકસાને 118 રન બનાવ્યા છે. બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે, જ્યારે તંજીદ હસન 17 બોલમાં 16 રન કરીને, મહેંદી હસન મિરાજ 46 બોલમાં 30 રન અને નજમુલ હસન શાંતો 8 બોલમાં 7 રન કરીને આઉટ થયો છે. અત્યારે બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસન 36 બોલ પર 21 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહિમ 44 બોલ પર 40 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેંટ બોલ્ટે 6 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ, લોકી ફર્ગ્યૂશને 4 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે.

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની 11 મેચ શરૂ થઈ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી બાંગ્લાદેશના ઓપનર લિટ્ટન દાસ અને તંજીદ હસન બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માટે ટ્રેંક બોલ્ટ પ્રથમ ઓવર નાખવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટીમ 2-2 મેચ રમી હતી. જેમાં ન્યૂઝીલેન્ડની બંને મેચમાં જીત થઈ છે, જ્યારે બાંગ્લાદેશની 1 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 11મી મેચ આજે ન્ચૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. આ મેચ ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આજની મેચ માટે ટોસ થયો છે. જે ન્યૂઝીલેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ બંને દેશ આજે પોતાની ત્રીજી મેચ રમશે. ન્યૂઝીલેન્ડની પ્રથમ 2 મેચમાં જીત થઈ છે, જ્યારે બાંગ્લાદેશની 1 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે. 

ICC વનડે વર્લ્ડકપ 2023ની 11મી મેચ આજે ન્ચૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. આ મેચ ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બંને દેશ આજે પોતાની ત્રીજી મેચ રમશે. ન્યૂઝીલેન્ડની પ્રથમ 2 મેચમાં જીત થઈ છે, જ્યારે બાંગ્લાદેશની 1 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે.

પિચ રિપોર્ચ

એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ પર સ્પિનરોને મદદ મળે છે. આ પિચ પર બેટ્સમેનને પણ મદદ મળે છે. આ પિચ પર ટોસ જીતનારી ટીમ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ પિચ પર સરેરાશ સ્કોર 237 રનનો છે.

ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ હેડ ટૂ હેડ

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી 41 મેચ રમાઈ છે. જેમાંથી 30 મેચમાં ન્યૂઝીલેન્ડની અને 10 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે, જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું નથી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ન્યૂઝીલેન્ડ- વિલ યંગ, કેન વિલિયમ્સન(કેપ્ટન), માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિવ રવિન્દ્ર, જેમ્સ નીશમ, મિચેલ સેંટનર, ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યૂશન, ઈશ સોઢી, મેટ હેનરી, ટિમ સાઉદી

બાંગ્લાદેશ- લિટ્ટન દાસ, તંજીદ હસન, નજમુલ હસન શાંતો, મહેંદી હસન મિરાજ, શાકિબ અલ હસન(કેપ્ટન), મુશ્ફિકુર રહિમ(વિકેટકીપર), તૌહીદ હૃદોય, મોહમ્મદુલ્લાહ, તસ્કીન અહમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન

  • Follow us on: