- ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
- ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
- ઇંગ્લેન્ડની પ્રથમ મેચમાં થઈ હતી હાર
ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની સાતમી મેચમાં ઇંગ્લેન્ડની 137 રને જીત થઇ છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 363 રન બનાવ્યા હતા. ટોર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગેલાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન લિટન દાસે 66 બોલમાં 76 રન કર્યા હતા. જેમાં તેણે 7 બાઉન્ડ્રી અને 2 સિક્સ ફટકારી છે. જ્યારે મુશ્ફિકુર રહીમે 64 બોલમાં 45 રન અને તૌહીદ હૃદોય 61 બોલમાં 39 રન બનાવ્યા હતા. ગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો રીસ ટોપલીએ 6 ઓવર નાખી છે. જેમાં તેણે 26 રન આપીને 3 વિકેટ ઝડેપી છે અને ક્રિસ વોક્સે 8 ઓવરમાં 49 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આદિલ રશીદે 10 ઓવર નાખી છે. જેમા આદિલે 42 રન આપીને 1 વિકેટ ઝડપી છે. લિવિંગસ્ટોન અને માર્ક વુડે એક- એક વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની સાતમી મેચમાં પ્રથમ ઇનિમગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ઇંગ્લેન્ડે 25 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડના ઓપનર બેયરસ્ટો અને ડેવિડ મલાને પ્રથમ વિકેટ માટે 115 રનની પાર્ટનરશીપ કરી હતી. બેયરસ્ટો 59 બોલમાં 52 રન કરીને આઉટ થયો હતો. જેમાં તેણે 8 બાઉન્ડ્રી ફટકારી છે. હાલમાં ડેવિડ મલાન અને જો રૂટ ક્રિઝ પર છે. મલાન 70 બોલમાં 78 રન અને જો રૂટ 21 બોલમાં 17 રન પર બેટીંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરોની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશને પ્રથમ સફળતા કેપ્ટન શાકિબ અલ હસને આપાવી છે. શાકિબ એલ હસન 7 ઓવર નીખી છે જેમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
વર્લ્ડકપની સાતમી મેચ આજે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સામેની મેચ માટે ઈંગ્લેન્ડની ટીમે એક ફેરફાર કર્યો છે. મોઈન અલીને પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યો છે. રીસ ટોપલીને સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મશાળાની પીચ પર ઝડપી બોલરોને મદદ મળતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બાંગ્લાદેશની અફઘાનિસ્તાન સામે 8 વિકેટે જીત થઇ હતી, જ્યારે ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર થઈ હતી.
ICC વર્લ્ડકપ 2023ની સાતમી મેચ આજે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને દેશ વચ્ચે આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 કલાકે ચાલુ થશે. ધર્મશાળાની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે ઘણી સારી હોય છે, તેથી અહીં મોટા સ્કોર જોવા મળે છે, પરંતુ છેલ્લી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 156 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મતલબ કે આલ પીચમાં બોલરોને પણ મદદ મળશે. આ પીચ પર ટીમ ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. આજની મેચમાં બાંગ્લાદેશ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં મળેલી હારમાંથી આગળ વધવાનો પ્રયાસ કરશે.
ક્યાં જોઈ શકાશે મેચ
આ મેચ ટીવી સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોવા મળશે. આ ઉપરાંત ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં ફ્રી સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
વેધર રિપોર્ટ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ધર્મશાળામાં વરસાદની કોઈ આગાહી નથી. મેચ દરમિયાન ધર્મશાલામાં મહત્તમ તાપમાન 22°C રહેશે. અત્યારે ભારતના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વર્લ્ડકપની શરૂઆત પહેલા વરસાદના કારણે વોર્મઅપ મેચોમાં ઘણા વિક્ષેપો સર્જાયા હતા. જે બાદ એવું માનવામાં આવે છે કે, ટૂર્નામેન્ટની ઘણી મેચોમાં વરસાદ વિલન બનશે, પરંતુ આજની મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી.
બંને દેશ વચ્ચે હેડ ટુ હેડ
આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 24 ODI મેચ રમાઈ છે, જેમાં ઈંગ્લેન્ડે 19 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 5 મેચ જીતી શકી છે. તેથી, રેકોર્ડ મુજબ, ઇંગ્લેન્ડનું પલડું બાંગ્લાદેશ કરતા ભારે છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ઈંગ્લેન્ડ: જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ, રીસ ટોપલી
બાંગ્લાદેશ: તંઝીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.













