- બેન સ્ટોક્સ ઈજાના કારણે બાંગ્લાદેશ સામે રમશે નહીં
- ઈંગ્લેન્ડને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે હરાવ્યું
- બેન સ્ટોક્સે અત્યાર સુધી વનડેમાં 3159 રન બનાવ્યા
વર્લ્ડ કપની શરૂઆત ઈંગ્લેન્ડ માટે નિરાશાજનક રહી હતી. જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડને વર્લ્ડકપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે 9 વિકેટે પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડ તેની બીજી મેચ બાંગ્લાદેશ સામે રમશે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 10 ઓક્ટોબરે ધર્મશાળામાં મેચ રમાશે. પરંતુ ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. બાંગ્લાદેશ સામેની બીજી મેચમાં ઇજાના કારણે બેન સ્ટોક્સ રમશે નહીં. વાસ્તવમાં બેન સ્ટોક્સ ન્યુઝીલેન્ડ સામે રમી શક્યો ન હતો.
બેન સ્ટોક્સની ફિટનેસ પર જોસ બટલરનું નિવેદન
ઈંગ્લેન્ડના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. બેન સ્ટોક્સ ઈજાના કારણે બાંગ્લાદેશ સામે રમી શકશે નહીં. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે બેન સ્ટોક્સની ફિટનેસ અંગે નવીનતમ અપડેટ આપી છે. જોસ બટલરે કહ્યું કે, બેન સ્ટોક્સ બાંગ્લાદેશ સામેની મેચમાં રમી શકશે નહીં. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ હારી ચૂકેલ ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સના ન રમવાને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
બેન સ્ટોક્સની આ ODI કારકિર્દી
બેન સ્ટોક્સે અત્યાર સુધી ઈંગ્લેન્ડ તરફથી 108 ODI મેચો રમી છે. બેન સ્ટોક્સે ODI ફોર્મેટમાં 40.5ની એવરેજ અને 96.37ની સ્ટ્રાઈક રેટથી 3159 રન બનાવ્યા છે. ODI ફોર્મેટમાં બેન સ્ટોક્સના નામે 4 સદી અને 22 ફ્ફટી ફટકારી છે. તે જ સમયે, બેન સ્ટોક્સે ODI ફોર્મેટમાં બોલર તરીકે 74 વિકેટ લીધી છે. ODI ફોર્મેટમાં બેન સ્ટોક્સની ઈકોનોમી 6.05 રહી છે જ્યારે તેનો એવરેજ 42.03 રહી છે. ODI ફોર્મેટમાં બેન સ્ટોક્સની સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ છે.