• વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર
  • બેન સ્ટોક્સ ટીમમાં પરત ફર્યો
  • લ્યૂક રાઈટે બેન સ્ટોક્સને મેચ જીતાડનારો કહ્યો

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વર્લ્ડકપ માટે સંન્યાસ પરત લીધો છે. જે બાદ તેમને વનડે વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું છે. જો કે, આ ટીમમાં બેટ્સમેન હૈરી બ્રૂક અને ફાસ્ટ બોલર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ટીમમાં સ્થાન મળ્યું નથી.

ગત વર્ષે વનડેમાંથી લીધો હતો સંન્યાસ

સ્ટોક્સે ગત વર્ષે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો અને કહ્યું હતું કે, ત્રણેય ફોર્મેટમાં રમવું વ્યવહારૂ રહેશે નહીં. જો કે, તેમણે નિવૃત્તિ લેવાના નિર્ણયને બદલી નાખ્યો છે. આ અંગે રાષ્ટ્રીય પસંદગીકાર લ્યૂક રાઈટે કહ્યું કે, આ ઓલરાઉન્ડરની વાપસી ઈંગ્લેન્ડની મેચ જીતવાની ક્ષમતામાં વધારો કરશે.

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં વાપસી કરશે સ્ટોક્સ

સ્ટોક્સ આવતા મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 મેચની સીરિઝ સાથે મેદાનમાં પરત ફરશે. રાઈટે પૃષ્ટી કરી કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે પસંદ કરવામાં આવેલી 15 સભ્યની ટીમ જ વર્લ્ડકપની શરૂઆતી ટીમ હશે. વર્લ્ડકપની શરૂઆતી ટીમ ICCને મોકલવાનો છેલ્લો દિવસ 5 સપ્ટેમ્બર છે. આ ટીમમાં 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરી શકાશે.

વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડની ટીમ-

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ.

  • Follow us on: