• બેન સ્ટોક્સ વર્લ્ડકપ બાદ કરાવશે ઘૂંટણની સર્જરી
  • વર્લ્ડકપ રમવા સ્ટોક્સે સંન્યાસ પરત લીધો
  • સ્ટોક્સ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે નહીં

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થનારા વનડે વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે સંન્યાસ પરત લીધો છે. જો કે, રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડકપમાં તે બોલિંગ કરી શકશે નહીં. સ્ટોક્સ વર્લ્ડકપ બાદ પોતાના ઘૂંટણનું ઑપરેશન કરાવી શકે છે. આ કારણે તે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પણ રમશે નહીં.

વર્લ્ડકપ બાદ ઘૂંટણનું ઑપરેશન કરાવી શકે

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ આગામી વનડે વર્લ્ડકપ બાદ પોતાના ઘૂંટણનું ઑપરેશન કરાવી શકે છે. આ કારણે તે આગામી વર્ષે ભારત વિરુદ્ધ થનારી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં રમી શકશે નહીં. વર્લ્ડના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક સ્ટોક્સને ઘૂંટણીની ઈજાના કારણે બોલિંગ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ 3 ટેસ્ટ મેચમાં એક વિશેષજ્ઞ બેટ્સમેન તરીકે રમ્યા હતા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં પણ તે આ ભૂમિકા નિભાવશે.

બેન સ્ટોક્સે શું કહ્યું?

આ તમામ વચ્ચે સ્ટોક્સે કહ્યું કે, તે વર્લ્ડકપ બાદ પોતાના ઘૂંટણનું ઑપરેશન કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેમણે આ અંગે વિસ્તારમાં માહિતી આપી નથી. તેમણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે પહેલાં પત્રકારોને કહ્યું હતું કે, હું જાણું છે કે, શું થવા જઈ રહ્યું છે. મને નથી લાગતું કે, આ વાત જણાવવાનો આ યોગ્ય સમય છે કે નહીં. હું અમુક વિશેષજ્ઞો સાથે વાતચીત કરી રહ્યો છું. અમારી એક યોજના છે. આ સારૂં છે કે, વર્લ્ડકપ બાદ અમારી પાસે એક સારી યોજના છે. જેના પર અમે અમલ કરી રહ્યા છીએ.

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સ્ટોક્સના હોવા પર અસમંજસ

જો બેન સ્ટોક્સ 2023 વનડે વર્લ્ડકપ બાદ ઘૂંટણનું ઑપરેશન કરાવશે, તો પછી તે ભારત વિરુદ્ધ 25 જાન્યુઆરીથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સીરિઝ સુધી ફિટ થઈ શકશે નહીં. કોઈ પણ ખેલાડીને ઘૂંટણના ઑપરેશન બાદ ફિટ થવા માટે 8થી 12 અઠવાડિયાનો સમય લાગે છે. જેથી સ્ટોક્સ IPL દરમિયાન જ ક્રિકેટમાં વાપસી કરી શકશે.

  • Follow us on: