• વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ
  • ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ

ન્યૂઝીલેન્ડની ઈનિંગ

વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટે જીત થઈ છે. ઓસ્ટ્રેલિયાના બોલર માત્ર વિલ યંગની જ વિકેટ લઈ શક્યા છે. ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવેએ 121 બોલ પર અણનમ 152 રન બનાવ્યા છે. સાથે રચિન રવિન્દ્રએ 96 બોલ પર અણનમ 123 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા હતા. જેથી ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

283 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન આક્રામક બન્યા છે. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર વચ્ચે 150 કરતાં વધુ રનની પાર્ટનરશિપ થઈ છે. સાથે ઓપનર ડેવોન કોનવેએ વર્લ્ડકપ 2023ની પ્રથમ સદી ફટકારી છે. કોનવેએ પોતાની આ સદી 83 બોલ પર પૂર્ણ કરી છે. સાથે રચિન રવિન્દ્ર પણ 90 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડની બોલિંગનું પ્રદર્શન

ઈંગ્લેન્ડ માટે એકમાત્ર વિકેટ સેમ કરને લીધી છે. સેમ કરને 2 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તેણે 47 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ક્રિસ વોક્સે 6 ઓવરમાં 45, માર્ક વુડે 5 ઓવરમાં 55, આદિલ રશિદે 7 ઓવરમાં 47, લિયામ લિવિંગસ્ટોને 3 ઓવરમાં 24 અને મોઈન અલીએ 9.2 ઓવરમાં 60 રન આપ્યા છે.

પ્રથમ ઈનિંગ પૂર્ણ

વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં એક ઈનિંગ પૂર્ણ થઈ છે. આ મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા છે. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ઈંગ્લેન્ડની ટીમ પહેલાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગ

ઈંગ્લેન્ડની ટીમ જોસ બેન સ્ટોક્સ વિના બેટિંગ કરવા ઉતરી હતી. કારણ કે, સ્ટોક્સ વર્લ્ડકપની પ્રથમ મેચ પહેલાં ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડના બોટ્સમેનની વાત કરવામાં આવે તો, જોની બેરસ્ટોએ 35 બોલમાં 33 રન, ડેવિડ મલાને 24 બોલમાં 14 રન, જો રૂટે 86 બોલમાં 77 રન, હેરી બ્રૂકે 16 બોલમાં 25 રન, મોઈન અલીએ 17 બોલમાં 11 રન, કેપ્ટન જોસ બટલરે 42 બોલમાં 73 રન, લિયામ લિવિંગસ્ટોને 22 બોલમાં 20 રન કર્યા છે.

ન્યૂઝીલેન્ડના બોલરનું પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ માટે મેટ હૈનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે. મેટ હૈનરીએ 1 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં હૈનરીએ 48 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે મિચેલ સેન્ટરે 10 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ગ્લેન ફિલિપ્સે 3 ઓરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી છે. રચિન રવિન્દ્રએ 10 ઓવરમાં 76 રન આપીને 1 વિકેટ અને ટ્રેંટ બોલ્ટે 10 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી છે. 

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ 2023 શરૂઆત થઈ છે. આજની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોજી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ

આજથી વર્લ્ડકપ 2023નો પ્રારંભ થયો છે. ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. ICC વર્લ્ડકપની પ્રથમ મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે. દેશ-વિદેશના લોકો આ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. ન્યૂઝીલેન્ડથી ક્રિકેટ રસિકો પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે. દિલ્હી ,મુંબઈ ભોપાલથી મેચ જોવા ક્રિકેટ સસિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ ક્રિકેટ પ્રેમીઓએ ટેટુ ,ટી શર્ટ પહેરીને મેચ નિહાળતા જોવા મળી રહ્યા છે.

પિચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાલ અને કાળી માટીની અલગ-અલગ પિચ છે. બંને પ્રકારની માટીના મિશ્રણમાંથી બનેલી પીચ પણ છે. લાલ માટીથી બનેલી પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે, જ્યારે કાળી માટીથી બનેલી પિચ થોડી ધીમી હોય છે, જે સ્પિનરો માટે વધુ સારી હોય છે.

વેધર રિપોર્ટ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે હવામાન સંપૂર્ણ સ્વચ્છ રહેશે. એટલે કે વરસાદને કારણે મેચમાં કોઈ અડચણ આવશે નહીં.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડ- જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર(કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ, માર્ક વુડ

ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેંપમેન. જિમી નીશમ, મિચેલ સેન્ટર, મેટ હૈનરી અને ટ્રેંટ બોલ્ટ

  • Follow us on: