- ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલા જ કોહલીની ચોખવટ
- પત્ની અનુષ્કાએ પણ એનો સાથ આપી વાત કરી
- બીજી વખત આ પ્રકારની પોસ્ટ મૂકીને ફેન્સને અપડેટ કર્યા
આવતીકાલથી વર્લ્ડકપ શરૂ થાય છે. ભારતની પહેલી મેચ ઈંગ્લેનડ સામે રમાવવાની છે. એ પહેલા વિરાટ કોહલી એક અજીબોગરીબ રિક્વેસ્ટ કરી છે કારણ કે, જે તે વ્યક્તિ છે તે એને એક વસ્તુ માટે હેરાન પરેશાન કરી રહ્યો છે. સામાન્ય રીતે નોરતા શરૂ થાય એટલે ખેલૈયાઓ પાસ માટે વલખા મારે છે. ફ્રીનું પાસ જેવી રીતે ચલણ છે. તેથી અમુક લોકોને બીજાને હેરાન કરે છે એવો અનુભવ વિરાટને થયો છે. જેથી વિરાટે લોકોને અપીલ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ બાદ વર્લ્ડકપ ટ્રોફીનું સપનું સાકાર કરવા માટે મેદાને ઊતરશે.
ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી
કોઈ પણ મેચ શરૂ થાય એ પહેલા બેટર વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે, આ વર્લ્ડકપમાં એમની પાસેથી કોઈ આશા રાખવામાં ન આવે. ટુર્નામેન્ટમાં મેચની ટિકિટને લઈને ક્રિકેટ ચાહકો દોડધામ કરી રહ્યા છે. ચાહકો સ્ટેડિયમમાં જઈને મેચ જોવા ઈચ્છે છે. વિરાટ કહોલીએ મેચ શરૂ થતા પહેલાં જ હાથ ઊંચા કરી દીધા છે. વર્લ્ડકપ શરૂ થાય એના એક દિવસ પહેલા જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેમણે પોતાના મિત્રો તથા ચાહકોને સ્પષ્ટતા કરી છે કે, ટિકિટને લઈને એમની પાસેથી કોઈ આશા રાખવામાં ન આવે.

અનુષ્કાએ પોતાની વાત ઉમેરી
વિરાટે લખ્યું હતું કે,વિશ્વ કપ નજીક હોવાથી હું મારા તમામ મિત્રોને નમ્રતાથી કહેવા માંગુ છું કે આખી ટુર્નામેન્ટ દરમિયાન મને ટિકિટ માટે વિનંતી ન કરો. કૃપા કરીને તમારા ઘરેથી મેચનો લેવાનું આનંદ કરો. વિરાટની આ સ્ટોરી પર તેની પત્ની અનુષ્કા શર્માએ લખ્યું- એમાં મારે પણ તેમાં કંઈક ઉમેરવાનું છે. જો તમારા સંદેશનો જવાબ આપવામાં ન આવ્યો હોય, તો કૃપા કરીને મને મદદ માટે કહેશો નહીં. આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ તેના મિત્રોને વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાથી સ્પષ્ટ મનાઈ કરી હોય.
વર્ષ 2019ના વર્લ્ડક પહેલા પણ આવું કરેલું
વિરાટે 2019 વર્લ્ડ કપ પહેલા પણ આવું જ કંઈક કર્યું હતું. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કરતા તેણે કહ્યું હતું કે - જ્યારે તમે આ લેવલની ટૂર્નામેન્ટમાં આવો છો, ત્યારે તમારે લોકોને અગાઉથી ના પાડી દેવી જોઈએ. મારા મિત્રોએ પણ મને પૂછ્યું કે શું આપણે આવવું જોઈએ અને મારો તેમને જવાબ હતો, મને પૂછશો નહીં. તમારે આવવું હોય તો આવજો. નહિ તો બધાના ઘરે સારા ટીવી હોય અને ત્યાં બેસીને મેચ જોવા મળે છે.