• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • વર્લ્ડકપને લઈ હોટસ્ટારે કરી મોટી જાહેરાત

5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્કપની શરૂઆત થશે. આ વર્ષે ભારત વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે, ત્યારે તમામ ક્રિકેટ ફેન્સની વર્લ્ડકપ જીતવાની આશામાં વધારો થયો છે. આ તમામ વચ્ચે હોટસ્ટારે વર્લ્ડકપને લઈ મોટી જાહેરાત કરી છે. હોટસ્ટાર કંપનીએ ટ્વીટ કર્યું કે, વનડે વર્લ્ડકપની ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેનો મતલબ સ્પષ્ટ છે કે, તમારે મેચ જોવા માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે નહીં.


મોબાઈલ યૂઝર માટે સ્ટ્રીમિંગ ફ્રી

કંપનીએ ટ્વીટમાં જણાવ્યું કે, વનડે વર્લ્ડકપ માટે લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં કરવામાં આવશે, પરંતુ આ ફ્રી સ્ટ્રીમિંગ માત્ર મોબાઈલ યૂઝર માટે જ હશે. જેથી માત્ર મોબાઈલ યૂઝર્સ જ ફ્રીમાં મેચ નિહાળી શકશે. ઉલ્લેખીય છે કે, આ અગાઉ હોટસ્ટારે એશિયા કપ 2023નું પણ ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. જેથી ક્રિકેટ ફેન્સ એશિયા કપ પણ મફતમાં નિહાળી શક્યા હતા.

વનડે વર્લ્ડકપ માટે ભારતનું શિડ્યૂલ

તારીખ કોની સાથે મેચ? ક્યાં રમાશે મેચ?
8 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા ચેન્નઈ
11 ઓક્ટોબર અફઘાનિસ્તાન દિલ્લી
14 ઓક્ટોબર પાકિસ્તાન અમદાવાદ
19 ઓક્ટોબર બાંગ્લાદેશ પુને
22 ઓક્ટોબર ન્યૂઝીલેન્ડ ધર્મશાળા
29 ઓક્ટોબર ઈંગ્લેન્ડ લખનઉ
2 નવેમ્બર ક્વોલીફાઈર-2 મુંબઈ
5 નવેમ્બર સાઉથ આફ્રિકા કોલકાતા
11 નવેમ્બર ક્વોલીફાઈ-1 બેંગાલુરૂ

વર્લ્ડકપની ટિકિટ કેવી રીતે થશે બૂક?

ICC વર્લ્ડકપ 2023ની ટિકિટનું વેચાણ ICCની ઓફિશિયલ વેબસાઈટ અને એપ પરથી થશે. આ ઉપરાંત ICCએ Paytm, Paytm Insider, BookMyShow ને પણ પાર્ટનર બનાવ્યા છે. જેથી અહીંથી પણ ટિકિટ મળશે. ICC મોટાભાગની ટિકિટનું વેચાણ ઓનલાઈન કરશે.

  • Follow us on: