• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • ભારત માટે આ 2 ખેલાડી બનશે મોટી ચિંતા

ભારતની મેજબાનીમાં ક્રિકેટ મહાકુંભ ICC વનડે વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની તૈયારી શાનદાર છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023 જીત્યા બાદ ઘરેલૂ જમીન પર ઓસ્ટ્રેલિયાને 2-1થી માત આપી હતી. જો કે, આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના 2 ખેલાડીનું ફોર્મ અને ખરાબ ફીલ્ડિંગ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.

શાર્દુલ ઠાકુર ન લઈ શક્યો વિકેટ

વનડે વર્લ્ડકપ 2023 માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં શાર્દુલ ઠાકુર અને સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન હજુ આશા અનુસાર જોવા મળ્યું નથી. શાર્દુલે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં પોતાની 14 ઓવરમાં વિકેટ લીધા વિના 113 રન આપ્યા હતા.

સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય

સૂર્યકુમાર યાદવની વાત કરવમાં આવે, તો સૂર્યાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂઆતી 2 વનડે મેચમાં ફિફ્ટી ફટકારી હતી, પરંતુ છેલ્લી વનડે મેચમાં સૂર્યકુમાર યાદવ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. જેથી મહત્વની મેચમાં સૂર્યકુમાર ફોર્મમાં નથી હોતો, તે ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે.

ખરાબ ફીલ્ડિંગ પણ બની શકે મુશ્કેલી

એશિયા કપ 2023 અને પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં ભારતીય ટીમનું ફીલ્ડિંગમાં પણ ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. મહત્વની મેચમાં ટીમના અનેક ખેલાડીઓએ કેચ ડ્રોપ કર્યા હતા. જેની અસર મેચ પર જોવા મળી હતી. જેથી ભારતીય ટીમે વર્લ્ડકપ પહલેાં આ સમસ્યાનું સમાધાન કરવું જરૂરી છે.

વનડે વર્લ્ડકપ 2023 માટે ભારતીય સ્ક્વોડ-

શુભમન ગિલ, રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ.

  • Follow us on: