• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ થશે શરૂ
  • ગૌતમ ગંભીરે બાબર આઝમને લઈ કરી ભવિષ્યવાણી
  • ગંભીરે કહ્યું, બાબર 3થી 4 સદી ફટકારશે

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અંગે એવું કહ્યું છે, જે બાદ વર્લ્ડકપની તમામ 9 ટીમ સાવચેત થઈ છે. ગંભીરે બાબર આઝમની બેટિંગની ટેકનીકને શાનદાર કહીને કહ્યું કે, પાકિસ્તાની કેપ્ટન આ વર્લ્ડકપમાં 3થી 4 સદી ફટકારી શકે છે. બાબર આઝમ સાથે ગૌતમ ગંભીરે ભારતીય કેપ્ટન રોહિત શર્માના શાનદાર ઘરેલૂ રેકોર્ડને ટીમ ઈન્ડિયા માટે પ્લસ પોઈન્ટ જણાવ્યો છે.

બાબર આઝમ 3થી 4 સદી ફટકારશે

ગંભીરે જણાવ્યું કે, જે પ્રકારની ટેકનીક બાબર આઝમ પાસે છે, તેને જોઈને મને લાગે છે કે આ વર્લ્ડકપમાં તે પાકિસ્તાન માટે 3થી 4 સદી ફટકારી શકે છે. ગંભીર પહેલાં પણ કહી ચૂક્યો છે કે, બાબર આઝમ ભારતમાં પોતાની બેટિંગ પરફોર્મન્સથી વર્લ્ડકપમાં ધમાલ મચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, બાબર આઝમે વર્લ્ડકપ પહેલાં રમવામાં આવેલી વોર્મઅપ મેચમાં 84 બોલ પર 80 રનની ઈનિંગ રમી હતી. તે ગત થોડા સમયથી સળંગ રન બનાવી રહ્યો છે.

રોહિત શર્માના ઘરેલૂ રેકોર્ડને જણાવ્યું મોટું ફેક્ટર

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઘરેલૂ મેદાન પર 80 વનડે મેચમાં 4 હજાર 148 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 58.42ની રહી છે. જેથી ગૌતમ ગંભીરે આ આંકડાને ખુબ ખાસ જણાવીને કહ્યું કે, ભારત ઘરમાં વર્લ્ડકપ રમી રહ્યું છે. આપણે તમામ લોકો રોહિત શર્માના ઘરેલૂ રેકોર્ડને જાણીએ છીએ. રોહિત પાસે વનડેમાં 3 અથવા 4 બેવળી સદી છે. તો હું આશ્વત છું કે, રોહિત પોતાના દમદાર ઘરેલૂ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને ફાયદો પહોંચાડશે.

રોહિત અત્યારે સારા લયમાં છે

રોહિત શર્મા અત્યારે સારા લયમાં છે. તેમણે ગત 8 વનડે ઈનિંગમાં 4 ફિફ્ટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચમાં રોહિતે 80+ રનની શાનદાર ઈનિંગ રમી હતી.

  • Follow us on: