- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- જેલ સ્ટેને વર્લ્ડકપને લઈ કરી ભવિષ્યવાણી
સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેને તે 5 ફાસ્ટ બોલરનું નામ જણાવ્યું છે, જે ભારતમાં થનારા આગામી ICC વર્લ્ડકપ 2023માં ધમાલ મચાવી શકે છે. ડેલ સ્ટેને આ લિસ્ટમાં ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને સ્થાન આપ્યું નથી. સાથે તેમણે મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા શાનદાર બોલર્સને પણ સ્થાન આપ્યું નથી. સ્ટેનની આ યાદીમાં ઈન્ડિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો 1-1 બોલર સામેલ છે.
સિરાઝને કહ્યો ઘાતક બોલર
ડેલ સ્ટેને પોતાની આ યાદીમાં સૌથી ઉપર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝને સ્થાન આપ્યું છે. સિરાઝ અત્યારે ICC વનડે રેન્કિંગમાં નંબર 1 પર છે. હેરાન કરનારી વાત એ છે કે, સ્ટેને બુમરાહની ઉપર સિરાઝને સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુમરાહે લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. તાજેતરમાં થયેલી એશિયા કપમાં પણ બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોહિત શર્માને સતર્ક રહેવા સૂચના આપી
મોહમ્મદ સિરાઝ ઉપરાંત સ્ટેને આ ટોપ-5 બોલરની યાદીમાં સાઉથ આફ્રિકાના કગિસો રબાડા, પાકિસ્તાનના શાહીન શાહ અફરીદી, ન્યૂઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટ અને ઈંગ્લેન્ડના માર્ક વુડની પસંદગી કરી છે. શાહીન શાહની પસંદગી કરવા સાથે સ્ટેને રોહિત શર્માને સતર્ક રહેવા સૂચના આપી છે. સાથે તેમણે કહ્યું કે, ટ્રેંટ બોલ્ડ આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની શકે છે.
5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગત વિજેતા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. સાથે ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે.