- વર્લ્ડકપને લઈ શેન વોટસને કરી ભવિષ્યવાણી
- શેન વોટસને વર્લ્ડકપની ફાઈનલ રમનારી ટીમનું નામ જણાવ્યું
- વોટસને કહ્યું ભારત અને ઓસ્ટ્રેલિયા રમશે ફાઈનલ
ICC વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત ભારતની મેજબાનીમાં 5 ઓક્ટોબરથી થશે. આ મેગા ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગત વિજેતા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. સાથે ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોટસને મોટી ભવિષ્યવાણી કરી છે.
શેન વોટસને શું કહ્યું?
શેન વોટસને વર્લ્ડકપ શરૂ થયા પહેલાં એક પ્રોગ્રામમાં કહ્યું કે, આ મેગા ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. વોટસનના મતે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
તમામ મુખ્ય ખેલાડી સંપૂર્ણફિટ થયા
વોટસન અનુસાર ઓસ્ટ્રેલિયન ટીમ ગત અમુક મહિનાથી થોડી મુશ્કેલીનો સામનો કરી રહી છે, પરંતુ ટીમ આગળ વધવાનું જાણે છે. તમામ મુખ્ય ખેલાડી વર્લ્ડકપ માટે સંપૂર્ણફિટ થઈ ગયા છે. ટીમમાં પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ જાણે છે કે, વર્લ્ડકપમાં કેવી રીતે આગળ વધવાનું છે.
ભારત અંગે વોટસને શું કહ્યું?
શેન વોટસને ભારતીય ટીમના ફાઈનલમાં પહોંચવાની આશા અંગે નિવેદન આપ્યું કે, ભારતને ઘરેલૂ મેદાન પર રમવાનો ફાયદો મળશે. કારણ કે, ભારત અહીંની સ્થિતિ સારી રીતે જાણે છે. ભારતની બેટિંગ સાથે હવે બોલિંગ પણ ખૂબ મજબૂત થઈ છે. જેમાં કુલદીપ યાદવના પ્રદર્શને આપણે તમામને પ્રભાવિત કર્યા છે.
ઓસ્ટ્રેલિયા જીત્યું સૌથી વર્લ્ડકપ ખિતાબ
વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 5 વખત ખિતાબ પોતાના નામે કર્યોસ છે, જ્યારે ટીમ ઈન્ડિયા 2 વખથ ખિતાબ જીતી શકી છે. વર્ષ 2019ના વર્લ્ડકપમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને આવી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ 36 રને મેચ જીતી હતી.