- 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે
- ભારતે 10માંથી 7 ODIમાં જીત મેળવી છે
- ICC Rankingમાં ભારત નં.1 પર છે
5 ઓક્ટોબરથી શરુ થતા ODI વર્લ્ડ કપ 2023 માટે હવે ગણતરીના દિવસો બાકી છે. વર્લ્ડ કપ 2023 માટે 29 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ મેચો શરુ થવા જઈ રહી છે. તમામ મેચોમાં ક્રિક્રેટ પ્રેમીઓ માટે મોસ્ટ અવેઈટીંગ મેચ એટલે કે ભારત-પાકિસ્તાનનની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. પરંતુ આ પહેલા જો ભારતીય ટીમના અત્યાર સુધીના ODI અને T20ના પ્રદર્શન પર નજર કરીએ તો ભારત અત્યારે તમામ ફોર્મેટમાં નંબર.1 પર જોવા મળી રહી છે. તેમજ ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે કેટલી તૈયાર છે જુઓ આંકડાઓ પરથી....
પ્રથમ ODI સીરિઝ 1974માં રમાઈ હતી
જો વાત કરીએ માત્ર ODIની તો 1974માં ભારતે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીમાં ભારતે કુલ 1039 ODI મેચો રમી છે. જેમાંથી 546 મેચો જીતી છે. જ્યારે 440 મેચો અન્ય દેશોએ જીતી છે. તે સમયે 9 મેચો ડ્રો થઈ હતી અને 44 મેચોનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
ODI સીરિઝ
વાત કરીએ માત્ર વર્ષ 2023ની ODI મેચોની તો આ વર્ષની તો જાન્યુઆરીમાં 3 ODI સીરિઝની પહેલી મેચ શ્રીલંકા સામે રમાઈ હતી. જેમાં ભારતે અનુક્રમે 67 રને, 4 વિકેટે અને 317 રને જીત મેળવી હતી. ત્યારબાદ બીજી ODI સીરીઝ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી. જેમાં ભારતે 12 રન, 8 વિકેટ અને 90 રન સાથે સીરિઝ પોતાના નામે કરી હતી. માર્ચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે રમ્યું હતું જેમાં ભારતે માત્ર એક જ મેચ જીતી હતી. જ્યારે બાકીને બે મેચોમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી.

ઈન્ડિયા vs વેસ્ટ ઈન્ડિઝ
જુલાઈ મહિનામાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ રમી હતી. જે બાદ ભારત અત્યાર સુધી સતત જીતતું આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલ ત્રણ મેચોમાં ભારતે બે મેચોમાં જીત મેળવી સીરિઝ પોતાના નામે કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે પહેલી મેચમાં 5 વિકેટે અને ત્રીજી મેચમાં ભારતે 200 રનથી જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતે 5 વિકેટ સાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયા કપ 2023
30 ઓગસ્ટથી શરુ થયેલા એશિયા કપની વાત કરીએ તો એશિયા કપમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. એશિયા કપની દરેક મેચમાં ભારતનું પ્રદર્શન આક્રમક જોવા મળ્યું હતું. એશિયા કપની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ ભારતે પાકિસ્તાન સામે રમી હતી. જેમાં વરસાદ વિધ્ન બનતા આ મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ભારતનો સામનો નેપાળ સામે થયો હતો. જેમાં ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું. 10 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને આવ્યું હતું જેમાં ભારતની 228 રનથી જીત થઈ હતી. 12 સપ્ટેમ્બરના રોજ ભારત અને શ્રીલંક આમને-સામને આવ્યા હતા. જેમાં શ્રીલંકાની 41 રને હાર થઈ હતી. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 15 સપ્ટેમ્બરના રોજરમાયેલ મેચમાં ભારતની 6 રને હાર થઈ હતી. એશિયા કપની ફાઈનલ 17 સપ્ટેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે 10 વિકેટે જીત મેળવી હતી.
ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા
હાલ ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ મોહાલી ખાતે રમાઈ રહી છે. જેની પહેલી મેચ 22 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. આ મેચમાં ભારતે 5 વિકેટે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લી 10 ODI મેચોમાંથી ભારતની 7 મેચોમાં જીત થઈ છે. જ્યારે બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ અનિર્ણીત રહી હતી. ભારતીય ટીમ છેલ્લી ઘણી મેચોથી સારા ફોમમાં જોવા મળી રહી છે. આ સાથે એ જોવું પણ રહેશે કે ભારતીય ટીમ તેની આ શાનદાર લય વર્લ્ડ કપ 2023માં પણ જાળવી રાખે છે કે કેમ.