- તમામ ફોર્મેટમાં ભારત ICC રેન્કિંગમાં નંબર વન
- ભારતે પાકિસ્તાને પાસેથી છીનવ્યો નં.1નો તાજ
- આ પહેલા પાકિસ્તાન વનડે રેન્કિંગમાં નં.1 પર હતુ
ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ, ODI અને T20 ઇન્ટરનેશનલ માટે ICC રેન્કિંગમાં નંબર વન પર આવી ગઈ છે. આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ભારતીય ટીમ વન-ડે ફોર્મેટમાં બીજા નંબર પર હતી, પરંતુ પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે નંબર વનનો તાજ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા પાકિસ્તાન વનડે રેન્કિંગમાં નંબર વન પર હતું. હવે ભારતે પાકિસ્તાન પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે.
ભારતીય ટીમ દરેક ફોર્મેટમાં NO.1
હાલમાં ભારતીય ટીમ 116 રેટિંગ સાથે નંબર વન અને પાકિસ્તાન 115 રેટિંગ સાથે બીજા નંબર પર છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ 264 રેટિંગ સાથે નંબર વન પર છે. આ સિવાય ટીમની ટેસ્ટ રેન્કિંગ 118 રેટિંગ સાથે નંબર વન છે. ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો બીજો ખેલાડી છે જેણે ત્રણેય ફોર્મેટમાં ICC રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. અગાઉ 2012માં દક્ષિણ આફ્રિકાએ આ સિદ્ધિ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાને કારમી હાર, સતત બીજી વનડે જીતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 5 વિકેટે વિજય થયો હતો. મેચમાં ભારતીય ટીમ તરફથી શાનદાર બેટિંગ અને બોલિંગ જોવા મળી હતી. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શમીએ બોલિંગમાં 5 વિકેટ લીધી હતી.
ભારતની વનડે સતત બીજી જીત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગીલે 74 રન અને રુતુરાજ ગાયકવાડે 71 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ચોથા ક્રમે આવેલા કેપ્ટન કેએલ રાહુલે 58* રનની ઇનિંગ રમી હતી અને સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી હતી. નોંધનીય છે કે આ પહેલા ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલમાં છેલ્લી વનડે રમી હતી, જેમાં ટીમે શ્રીલંકા સામે 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે ટીમે છેલ્લી બે મેચ સતત જીતી હતી.