- કેરેબિયન પ્રીમિયર લીગનો વીડિયો વાયરલ
- ઈમરાન તાહિરે અંપાયરની LBWની કરી અપીલ
- અંપાયરે જોન સીનાની કરી એક્શન
રેસ્લિંગના દિગ્ગજ જોન સીનાને સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવે છે, ત્યારે તેની દિવાનગી ક્રિકેટ ફિલ્ડમાં હાજર અંપાયરમાં જોવા મળી છે. અંપાયર ફિલ્ડ પર જોન સીનાની એક્શન કરતા જોવા મળ્યા છે. અંપાયરે રેસ્લિંગના દિગ્ગજની એક્શન કરીને બોલરની અપીલ ફગાવી છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કેરેબિયન પ્રીમિયર લીગનો છે વીડિયો
આ વીડિયો અત્યારે રમવામાં આવતી કેરેબિયન પ્રીમિયર લીગના ક્વોલિફાયર-1નો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુયાના અમેઝન વોરિયર્સ અને ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી હતી. ગુયાના અમેઝન વોરિયર્સનું નૈતૃત્વ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી ઈમરાન તાહિર કરી રહ્યા છે. જેમણે અંપાયર પાસે LBWની અપીલ કરી હતી. અંપાયરે તાહિરને અપીલને જોન સીનાની એક્શન કરીને ફગાવી હતી. અંપાયરે આ રિએક્શનના માધ્યમથી જણાવ્યું કે, તેણે કાંઈ દેખાયું નથી.
તાહિર અંપાયરની સામે આવ્યો હતો
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બોલ ફેંક્યા બાદ તાહિર અંપાયરની સામે આવી જાય છે. જેના કારણે અંપાયર LBW જોઈ શકતા નથી. જો કે, અંપાયરના નિર્ણયને લઈ તાહિર DRS લે છે. જેમાં તાહિરને વિકેટ મળે છે. આવી રીતે ક્રિકેટ ફિલ્ડ પર અંપાયરની અંદર જોન સીનાની ઝલક જોવા મળે છે.
ઈમરાન તાહિરની ટીમની હાર
મેચમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈમરાન તાહિરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 166 રન બનાવ્યા હતા. જેથી જવાબમાં રનનો પીછો કરવા ઉતરેલી ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. ટીમ માટે ચેડવિક વાલ્ટને અણનમ 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં વોલ્ટને 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી.