- CPLમાં નિકોલસ પૂરનનો આક્રામક અંદાજ
- 51 બોલ પર પૂરને ફટકારી સદી
- મેચમાં પૂરનની ટીમની 42 રને જીત
કેરેબિયન પ્રીમિયર લીગની સિઝનમાં વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનના બેટથી ફેન્સને તૂફાની સદી જોવા મળી છે. CPLની આ સિઝનની 20મી ઓવરમાં ત્રિનબેગો નાઈટ રાઈડર્સ ટીમ અને બારબાડોસ રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ હાર્યા બાદ પહેલાં બેટિંગ કરવા આવેલી નાઈટ રાઈડર્સની ટીમને 20 ઓવરે પ્રથમ ઝટકો લાગ્યો હતો. જે બાદ બેટિંગ કરવા માટે નિકોલસ પૂરન આવ્યો હતો અને તેણે તૂફાની સદી ફટકારી હતી.
53 બોલ પર અણનમ 102 રન કર્યા
નિકોલસ પૂરને ઈનિંગના અંત સુધી રમીને 53 બોલ પર અણનમ 102 રનની ઈનિંગ રમી છે. બીજી તરફ તેમને ગુપ્ટિલ અને રસેલે સાથ આપ્યો હતો. પૂરને પોતાની આ મેચમાં 51 બોલ પર સદી પૂર્ણ કરી હતી. જેમાં 10 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. પૂરનની આ શાનદાર ઈનિંગના કારણે નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરમાં 208 રનનો સ્કોર કર્યો હતો.
કાઈલ મેયર્સે 45 બોલ પર 70 રનની ઈનિંગ રમી
બારબાડોસ રોયલ્સ માટે આ ટાર્ગેટ નાઈટ રાઈડર્સના બોલર સાથે પ્રાપ્ત કરવો સરળ નથી. રોયલ્સની ટીમથી કાઈલ મેયર્સે 45 બોલ પર 70 રનની ઈનિંગ રમી, પરંતુ આ ઉપરાંત અન્ય બેટ્સમેન પિચ પર વધુ સમય ટકી શક્યા નહતા. બારબાડોસ રોયલ્સની ટીમ 20 ઓવરમાં માત્ર 166 રન જ બનાવી શકી હતી. જેથી બારબાડોસને આ મેચમાં 42 રને હાર મળી છે.
પૂરન સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબરે
CPL 2023ની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-10 ખેલાડીઓનું લિસ્ટ જોવામાં આવે, તો તેમાં નિકોલસ પૂરને 6 ઈનિંગમાં 37.60ની એવરેજથી 188 રન બનાવ્યા છે. આ સાથે પૂરન આ લિસ્ટમાં બીજા સ્થાને છે. પૂરનની આગળ તેની જ ટીમનો ખેલાડી માર્ટિન ગુપ્ટિલ છે. ગુપ્ટિલે આ સિઝનની 7 ઈનિંગમાં 193 રન બનાવ્યા છે.