• ફિફ્ટી લગાવીને બનાવ્યો રેકોર્ડ
  • એમ્પાયર સાથે કરી માથાકૂટ
  • ICC એ ભૂલ ગણાવી મેચના 15 ટકાનો કર્યો દંડ

વેસ્ટઈન્ડિઝની સામેની 5 મેચની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે શરૂઆતની બંને મેચમાં હાર મેળવી છે. આ પછી 6 ઓગસ્ટે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 2 વિકેટે હાર મળી હતી. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે 5 મેચમાં ટી20ની સીરીઝમાં 2-0થી શાનદાર વધારો મેળવ્યો. આ સાથે બંને ટીમ વચ્ચે આજે ગુયાનામાં ત્રીજી મેચ રમાવવા જઈ રહી છે.

બીજી ટીમમાં હીરો રહ્યા પૂરન

બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની જીતના હીરો નિકોલસ પૂરન રહ્યા હતા. તેઓએ ખાસ અંદાજમાં ફિફ્ટી ફટકારી હતી. પણ સાથે એક ભૂલ કરી દીધી, જેના કારણે તેમને ICC એ સજા કરી છે.

 

કેટલો થયો દંડ

પૂરને મેચમાં એમ્પાયર સાથે માથાકૂટ કરી. તેને લઈને આઈસીસીએ તેમને દોષી માન્યા છે અને મેચ ફીના 15 ટકાનો દંડ કર્યો છે. પૂરનેખેલાડી અને સપોર્ટ સ્ટાફને માટે આઈસીસી આચારસંહિતાના નિયમ 2.7નું ઉલ્લંઘન કર્યું છે, જે એક ઈન્ટરનેશનલ મેચમાં થનારી ઘટનાના સંબંધમાં સાર્વજનિક આલોચના સાથે સંબંધિત છે. આ ઘટના મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મેચમાં ચોથી ઓવરમાં બની હતી. ત્યારે અર્શદીપના બોલ પર કાઈલ LBW આઉટ થયા હતા. તેના પર તેમણે DRS લીધું હતું. પણ થર્ડ એમ્પાયરે પણ રીવ્યુ આપ્યો અને નિકોલસને આઉટ કહ્યા. ત્યારે નોન સ્ટ્રાઈક પર ઊભેલા પૂરન નાખુશ જોવા મળ્યા અને તેઓએ ચાલુ મેચમાં એમ્પાયર સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી.


વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટ ગુમાવીને મેચ જીતી

જણાવી દઈએ કે બીજી મેચ ગુયાનામાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. તિલક વર્માએ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અર્ધસદી હતી. તેના સિવાય ઈશાન કિશને 27 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી અકીલ હુસૈન, અલઝારી જોસેફ અને રોમારીયો શેફર્ડે 2-2 વિકેટ ઝડપી હતી. તો 153 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે નિકોલસ પૂરને 40 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેમના સિવાય શિમરોન હેટમાયર 22 અને રોવમેન પોવેલે 21 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી કેપ્ટન અને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 35 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને મુકેશ કુમારને 1-1 સફળતા મળી હતી.

  • Follow us on: