- વેસ્ટે ઈન્ડિઝે બે વિકેટે મેચ જીતી લીધી
- ભારતે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો
- હાર્દિકે મેચમા કરી આટલી ભૂલો
ગુયાનામાં રમાયેલી બીજી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમે આ લક્ષ્યાંક સાત બોલ પહેલા 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. તે સાથે જ ભારત સતત બીજી વાર T20માં હાર્યું છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બે T20 હારી પ્રથમ વખત કેપ્ટન હાર્દિક પંડ્યાના નામે શરમજનક રેકોર્ડ બન્યો છે.
ભારત સતત બીજી વખત હાર્યું
ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી બીજી T20માં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને હરાવ્યું. મુલાકાતી ટીમે બીજી T20 બે વિકેટે મેચ જીતી લીધી હતી. દ્વિપક્ષીય સીરિઝમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બે મેચ હારી છે. ગુયાનામાં રમાયેલી બીજી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમે આ લક્ષ્યાંક સાત બોલ પહેલા 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને માત્ર 40 બોલમાં 67 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ચહલે બે વિકેટો ઝડપી
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ તિલક વર્માની પહેલી અડધી સદીના આધારે સાત વિકેટે માત્ર 152 રન બનાવ્યા હતા. જવાબમાં નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન ફટકારીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. યુઝવેન્દ્ર ચહલે ચોક્કસપણે 16મી ઓવરમાં બે વિકેટ લઈને ભારતને મેચમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અલઝારી જોસેફ અને અકીલ હુસૈને 26 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
હાર્દિકે કરી આ ભૂલ
વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી બે ઓવરમાં 12 રનની જરૂર હતી અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના સૌથી સફળ બોલર ચહલને બોલ ન સોંપીને ભૂલ કરી. પંડ્યાએ નવો બોલ સંભાળતી વખતે શાનદાર પહેલી ઓવર નાંખી હતી, જેમાં ભારતને બ્રેન્ડન કિંગ (0) અને જોન્સન ચાર્લ્સ (2)ની વિકેટ મળી હતી. આ પછી પુરણે દબાણમાં આવ્યા વિના બેટિંગ કરી અને પંડ્યાએ સિક્સ પણ ફટકારી. તેણે ભારતના કોઈપણ બોલરને છોડ્યો ન હતો.
હાર્દિક પંડ્યાના નામે શરમજનક રેકોર્ડ