• સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને ટીમથી કરાયો બહાર
  • મિચેલ માર્શને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો
  • ગ્લેન મેક્સવેલ દ.આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ નહીં હોય

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આગામી ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની સંભવિત ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની વનડે શ્રેણીમાં પણ રમતી જોવા મળશે. સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી પ્રાથમિક ટીમમાં સ્થાન મળ્યું નથી.

મિચેલ માર્શને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયન ટીમે ODI વર્લ્ડની શરૂઆત પહેલા દક્ષિણ આફ્રિકા અને ભારત સામે શ્રેણી રમવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની T20 શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિચેલ માર્શને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ લેગ સ્પિનર ​​તનવીર સંઘા પણ વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

ગ્લેન મેક્સવેલ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ નહીં હોય

ઓસ્ટ્રેલિયન ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત 3 મેચની ટી-20 શ્રેણીથી કરવાની છે. આ પછી ટીમ 5 મેચની વનડે શ્રેણી રમશે જે 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગ્લેન મેક્સવેલ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ નહીં હોય. તે જ સમયે કેપ્ટન પેટ કમિન્સની ઈજાને કારણે મિચેલ માર્શ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમની પસંદગી કરાઈ

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોસ ઇંગ્લિશ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ માર્શ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, સીન એબોટ, એસ્ટોન અગર, એડમ ઝમ્પા, તનવીર સાંગા, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક , જોશ હેઝલવુડ, નાથન એલિસ.

 

ઓસ્ટ્રેલિયન ટીમ

મેટ શોર્ટ, ટિમ ડેવિડ્સ, જેસન બેહરેનડોર્ફ, જોશ ઇંગ્લિશ, માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ (કેપ્ટન), સ્પિનર ​​જોહ્ન્સન, ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, એડમ ઝમ્પા, ગ્લેન મેક્સવેલ, સીન એબોટ.

  • Follow us on: