• સૌથી વધુ વિકેટ લેનારા ત્રીજા ભારતીય બન્યા હાર્દિક પંડ્યા
  • ટી20 સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા 2 વિકેટથી હારી
  • હાર્કિદે 18 બોલમાં 24 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હકો. જો કે આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના બોલ અને બેટે કમાલનું પ્રદર્શન કર્યું. હાર્દિકે આ મેચમાં 18 બોલમાં 24 રન બનાવ્યા ો સાથે બોલિંગમા પણ 3 વિકેટ મેળવી. પંડ્યાએ બોલિંગની શરૂઆતની પહેલી ઓવરમાં જ 2 વિકેટ મેળવી.


પહેલા બોલે જ લીધી વિકેટ

વેસ્ટઈન્ડિઝની ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રેંડન કિંગને હાર્દિકે પહેલા બોલ પર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો. આ પછી ઓવરના ચોથા બોલ પર તિલક વર્માના હાથે કેચઆઉટ કરાવ્યો અને વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો આપ્યો. આ મેચમાં 3 વિકેટ લીધા બાદ હાર્દિકે એક મોટી સિદ્ઘિ મેળવી છે. હવે તે ભારતીય ટીમની તરફથી ટી20 આંતરરાષ્ટ્રિયમાં સૌથી વધુ વિકેટ લેનારા ત્રીજા ભારતીય બોલર બની ગયા છે.

રવિચંદ્રન અશ્વિનને પણ છોડ્યો પાછળ

હાર્દિક પંડ્યાએ આ કિસ્સામાં રવિચંદ્રન અશ્વિનને પણ પાછળ છોડી દીધો છે. તેના નામે 72 વિકેટ નોંધાયેલી છે. હાર્દિક 89 મેચમાં 73 વિકેટ લઈ ચૂક્યા છે. તો અન્ય ઈનિંગમાં પહેલા બોલ પર વિકેટ લેનારા પંડ્યા ભારતની તરફથી ભૂવનેશ્વર કુમાર બાદ બીજા નંબરના બોલર બની ચૂક્યા છે. ભૂવનેશ્વરે અત્યાર સુધીમાં 3 વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કારનામું કર્યું છે.


ટી20 ફોર્મેટમાં 4000 રન અને 150 વિકેટ લેનારા પહેલા ભારતીય બન્યા

ટી20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યાએ પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમાં તેણે 4000 રન પૂરા કરવાની સાથે 150 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાની સાથે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. તો વેસ્ટ ઈન્ડિઝે આ ટાર્ગેટને 18.5 ઓવરમાં 8 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. 

  • Follow us on: