- હાર્દિકે વેસ્ટ ઈન્ડિઝની સુવિધાઓ સામે નારાજગી વ્યક્ત કરી
- હાર્દિક પંડ્યાએ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કરી આ વાત
- કોઈ પણ ટીમ પ્રવાસે આવે તો આ બાબતોને ધ્યાન રાખવી જોઈએ
ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ODI સીરિઝની છેલ્લી 2 મેચ રમી હતી. જેમાં ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્રીજી મેચમાં શાનદાર જીત મેળવી હતી. તે સાથે જ ઈન્ડિયાએ સીરિઝ પોતાના નામે કરી લીધી છે. હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ IND vs WI માટે મૂળભૂત વ્યવસ્થા ન કરવા બદલ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની ટીકા કરી છે.
બોર્ડ પર નારાગજી વ્યક્ત કરી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. 2 મેચની ટેસ્ટ સીરિઝ 1-0થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝ પણ 2-1થી જીતી લીધી છે. બીજી તરફ છેલ્લી 2 વનડેમાં રોહિત શર્માના સ્થાને ટીમનું સુકાન સંભાળનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ પ્રવાસમાં વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ પર નારાજગી વ્યક્ત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આ બાબતોમાં કરી શકાય સુધારો
ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસના મેદાન પર 3 મેચની ODI સીરિઝની પ્રથમ 2 મેચ રમી હતી, જેમાં તેણે એકમાં જીત મેળવી હતી અને 1માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, સીરિઝની ત્રીજી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ 200 રનના માર્જીનથી જીતવાની સાથે જ ભારતીય ટીમે ODI સિરીઝ પણ જીતી લીધી હતી.
સીરિઝ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કહ્યું હતું કે અમે અત્યાર સુધી જે શ્રેષ્ઠ મેદાનો પર રમ્યા છે તેમાંથી તે એક હતું. જ્યારે અમે નેકસ્ટ ટાઈમ વેસ્ટ ઈન્ડિઝમાં આવીશું ત્યારે વસ્તુઓમાં સુધારો થઈ શકે છે. ગયા વર્ષે પણ જ્યારે અમે ટૂર પર આવ્યા ત્યારે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ વિશે વિચારવું જોઈએ.
નેકસ્ટ ટાઈમ ટીમ આવે ત્યારે બોર્ડે ધ્યાન આપવું જોઈએ
હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, આગામી વખતે જ્યારે કોઈ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવે ત્યારે અહીંના ક્રિકેટ બોર્ડે તેની કાળજી લેવી જોઈએ. અમે તેમની પાસેથી લક્ઝરી સુવિધાઓની માંગણી નથી કરી રહ્યા. અમે ફક્ત મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છીએ. આ સિવાય મને હંમેશા અહીં આવવું અને રમવું ગમે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ જ્યારે ટેસ્ટ સીરિઝ ખતમ થયા બાદ બાર્બાડોસ જવા રવાના થઈ ત્યારે ફ્લાઈટ મોડી થવાને કારણે 4 કલાક સુધી એરપોર્ટ પર રાત વિતાવવી પડી હતી.