- ભારતમાં ઉપલ્બ્ધ નથી આ ઇયરબડ્સ
- વિરાટ એપલ ઈયરબડ સાથે જોવા મળ્યો
- જેની કિંમત 20 હજાર રૂપિયા છે
મોટાભાગના લોકો Apple ઉત્પાદનોનો ઉપયોગ કરે છે કારણ કે તે માત્ર પ્રીમિયમ જ નથી પણ દરેક બાબતમાં અદ્ભુત પણ છે. હાલમાં જ વિરાટ કોહલી એપલ ઈયરબડ સાથે જોવા મળ્યો છે, જેની કિંમત 20 હજાર રૂપિયા છે.
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં તેઓ ટેસ્ટ અને વનડે સીરિઝ બાદ T20 સીરિઝ રમશે. વિરાટ કોહલી પણ આ પ્રવાસ પર ગયો છે. વિરાટ કોહલી મેદાનની બહાર પણ ચાર્મ ધરાવે છે. વિરાટ તેના પર્ફોમન્સના કારણે તો ક્યારેક ફેન્સના લીધે હેડલાઈન્સમાં છવાયેલો રહે છે. આ વખતે તેઓ ઈયરબડ્સના કારણે ચર્ચામાં છે.
વિરાટના ઇયરબડ્સ બન્યા ચર્ચાનો વિષય
ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણા મનપસંદ ક્રિકેટરો શાના શોખીન છે. મોટાભાગના ખેલાડીઓ Apple પ્રોડક્સનો ઉપયોગ કરે છે કારણ કે તે માત્ર પ્રીમિયમ જ નથી પણ દરેક બાબતમાં અદ્ભુત પણ છે. હાલમાં જ વિરાટ કોહલી એપલ ઈયરબડ સાથે જોવા મળ્યો છે, જેની કિંમત 20 હજાર રૂપિયા છે.
વિરાટના કાનમાં એપલના અનોખા ઈયરબડ જોવા મળ્યા
વિરાટ કોહલી રૂ. 20,000ની કિંમતના હાઇ-એન્ડ એપલ ઇયરબડ્સને ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ ઇયરબડ ભારતમાં ઉપલબ્ધ નથી. BCCI દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં તે ક્ષણ કેપ્ચર કરવામાં આવી હતી જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી જોશુઆ દા સિલ્વાની માતા ભારતીય ક્રિકેટ સુપરસ્ટારને મળ્યા હતા. જ્યારે ઈમોશનલ મુવમેન્ટ ઘણા હૃદયોને સ્પર્શી લીધા હતા, ત્યારે ટેક-પ્રેમી ફેન્સે કોહલીના સ્ટાઇલિશ ઇયરબડ્સને જોવાથી પોતાને રોકી શક્યા નહીં.
જાણો શું છે ઇયરબડ્સની ખાસિયત
આ ઇયરબડ્સને Beats Powerbeats Pro TWS કહેવામાં આવે છે. આ AirPods અથવા AirPods Pro નથી. કંપનીએ 2014માં બીટ્સ મ્યુઝિક અને ઈલેક્ટ્રોનિક્સને $3 બિલિયનમાં ખરીદ્યું, જેનાથી તે એક લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ. ભારતીય બજારમાં બીટ્સની પ્રોડક્ટ્સ શરૂ થઈ નથી.
પરંતુ કેટલાક બીટ્સ TWS ઇયરબડ્સ અને હેડફોન પસંદગીના Apple સ્ટોર્સ અને ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. પરંતુ વિરાટ કોહલી દ્વારા પહેરવામાં આવેલ ટીડબલ્યુએસ હજુ સુધી ભારતમાં પહોંચી નથી.