- હાર્દિક ત્રીજી ODIમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી
- શાનદાર ઇનિંગ બાદ હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા
- પંડ્યાએ કહ્યું, કોહલીએ આપી ટીપ્સ આપી હતી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી અને છેલ્લી વનડે સીરિઝમાં ભારતે 200રનથી શાનદાર જીત મેળવીને સીરિઝ પોતાના નામે કરી છે. આ મેચમાં સંજુ સેમસન, હાર્દિક પંડ્યા અને મુકેશ કુમાર જેવા ખેલાડીઓના પ્રદર્શને મેચને અલગ વળાંક આપયો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODIમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના પર પંડ્યાએ જણાવ્યું કે વિરાટ કોહલીએ શું સલાહ આપી હતી.
કોહલીએ આપી હતી ટીપ્સ
હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ભારતે ODI સીરિઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે સીરિઝ 2-1થી કબજે કરી લીધી છે. હાર્દિકે ત્રીજી વનડેમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે મેચ બાદ જણાવ્યું કે વિરાટ કોહલીએ બેટિંગને લઈને ખાસ ટિપ્સ આપી હતી. પંડ્યાએ કહ્યું કે કોહલીની સલાહ કામ કરી ગઈ અને તે તેના માટે તેમનો આભારી છે.
પંડ્યાએ અડધી સદીની ઈનિંગ બાદ કહ્યું કે, ‘મારી વિરાટ કોહલી સાથે ખૂબ સારી વાતચીત થઈ. તેઓ ઇચ્છે છે કે હું મિડલમાં ઘણો સમય પસાર કરું. જેનાથી ODI ફોર્મેટની પરિસ્થિતિઓની આદત થઈ જશે. તેમણે કેટલાક પોઈન્ટ્સ પણ જણાવ્યા હતા. કોહલીની આ બધી બાબતો મારા કામમાં આવી. હું તેમનો આભારી છું.
પહેલા બે મેચમાં પંડ્યા ફ્લોપ રહ્યો હતો
આ સીરિઝની પ્રથમ બે મેચમાં પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તે પ્રથમ વનડેમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, તે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તે પછી તેણે શાનદાર વાપસી કરી હતી. પંડ્યાએ ત્રીજી વનડેમાં પાંચમા નંબરે બેટિંગ કરતા અણનમ 70 રન બનાવ્યા હતા. હાર્દિકે 52 બોલનો સામનો કરીને 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ભારતની જીતમાં તેની ઈનિંગ મહત્વની હતી. ભારતે 351 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 151 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
હાર્દિકનું અત્યાર સુધીનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, હાર્દિકનું એકંદરે પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 58 ODI ઇનિંગ્સમાં 1666 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ 72 વનડે ઇનિંગ્સમાં 73 વિકેટ લીધી હતી. તેણે 87 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1271 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ આ ફોર્મેટમાં 69 વિકેટ લીધી છે. તેણે 11 ટેસ્ટ મેચ પણ રમી છે. આમાં તેણે 500થી વધુ રન બનાવ્યા અને 17 વિકેટ લીધી.