• ODI સીરિઝની છેલ્લી મેચમાં ભારતની જીત
  • ભારતે વિન્ડિઝને 200 રનથી હરાવ્યું
  • વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી સૌથી મોટી ODI જીત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી વનડે સીરિઝમાં ભારતે શાનદાર જીત નોંધાવી છે. ભારત રનની દ્રષ્ટિએ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી સૌથી મોટી ODI જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટીમ ઈન્ડિયાએ ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. ટીમ ઈન્ડિયાની આ જીત ઘણી ખાસ હતી. આમાં ભારતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોઈને 2018ની યાદ આવી ગઈ. 2018માં, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે અત્યાર સુધીની સૌથી મોટી ODI જીત નોંધાવી હતી. ત્રિનિદાદમાં રમાયેલી તાજેતરની મેચમાં, રનની દ્રષ્ટિએ ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી સૌથી મોટી ODI જીત છે.

2018માં પણ ભારતનો 224 રને વિજય

2018માં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પર રનના મામલે અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી હતી. મુંબઈમાં રમાયેલી આ મેચમાં ભારતનો 224 રને વિજય થયો હતો. આ મેચમાં રોહિત શર્મા અને અંબાતી રાયડુએ શાનદાર સદી ફટકારી હતી. રોહિતે 137 બોલમાં 162 રન બનાવ્યા હતા. રાયડુએ 81 બોલમાં 100 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા 377 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 153 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 224 રનથી મેચ જીતી લીધી હતી.

ત્રિનિદાદમાં ભારત અજેય છે

બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે 200 રનથી જીત મેળવી હતી. રનની દૃષ્ટિએ આ બીજી સૌથી મોટી જીત હતી. ટીમે 2007માં વેસ્ટ ઈન્ડિઝને 160 રનથી હરાવ્યું હતું. વડોદરામાં રમાયેલી મેચમાં આ તેની ત્રીજી સૌથી મોટી જીત હતી. અને 2011માં ઈન્દોર ODIમાં 153 રનથી જીત્યું હતું. રનના મામલામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની આ ચોથી સૌથી મોટી જીત હતી.

તમને જણાવી દઈએ કે ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી હરાવ્યું હતું. આ પછી વનડે સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી. હવે પાંચ મેચોની T20 સીરિઝ રમાશે. તેની પહેલી મેચ 3 ઓગસ્ટે ત્રિનિદાદમાં રમાશે.

  • Follow us on: