- ત્રીજી વનડેમાં ભારતની જીત
- પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા જીતી હતી
- 2-1થી ભારતે સીરિઝ જીતી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે સીરિઝની ત્રીજી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવી છે. આ મેચમાં ભારતીય ટીમે 200 રન સાથે જીત મેળવી છે. આ મેચ જીતવા સાથે ભારતે 2-1થી વનડે સીરિઝ જીતી છે. ઉલ્લેખનીય છે, આ અગાઉ 27 જુલાઈએ બંને દેશ વચ્ચે પ્રથમ વનડે સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. જે બાદ બીજી વનડે 29 જુલાઈએ રમવામાં આવી હતી. જેમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બોલિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશન અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 19.4 ઓવરમાં 143 રન કર્યા હતા. સાથે સંજૂ સેમસને પણ મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.













