• સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં મળ્યું સ્થાન
  • લાંબા સમય બાદ સંજૂ ટીમમાં પરત ફર્યો
  • ફેન્સે સોશિયલ મીડિયામાં ફની મિમ્સ શેર કર્યા

ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની બીજી વનડે મેચ રમવામાં આવી રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. સંજૂ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંજૂની લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. જેને લઈ ફેન્સે સોશિયલ મીડિયા પર ફની મિમ્સ શેર શર્યા છે.

નવેમ્બર 2022માં રમ્યો હતો છેલ્લી વનડે

સંજૂ ભારત માટે છેલ્લી વનડે નવેમ્બર 2022માં રમ્યો હતો. જે બાદ સંજૂ હવે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેમણે ઘરેલૂ મેચમાં સારૂં પરફોર્મન્સ કર્યું છે. સેમસનને ગત વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. જેને લઈ ફેન્સે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટીકા કરી હતી, ત્યારે આ વનડેમાં સંજૂને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. જેથી ફેન્સ સોશિયલ મીડિયા પર ફની મેન્સ શેર કરી રહ્યા છે.



  • Follow us on: