• ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી વનડે
  • વિરાટ કોહલીને અપાયો આરામ
  • ભારતીય ફેન્સને યાદ આવી રહ્યો છે વિરાટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરિઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. અત્યારે બંને ટીમે આ સીરિઝની 1-1 મેચ જીતી છે. જેથી બંને ટીમની નજર આજની વનડે જીતીને સીરિઝ જીતવા પર રહેશે, પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એક વખત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના મેદાનમાં ઉતરી છે. વિરાટ કોહલી ત્રીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. આ પહેલા તે બીજી વનડેમાં પણ રમ્યો ન હતો.

ફેન્સ વિરાટ કોહલીને મિસ કરી રહ્યા છે

ભારત-વેસ્ટ ઈન્ડીઝની ત્રીજી મેચ દરમિયાન સ્ટેડિયમમાં રહેલા ચાહકો વિરાટ કોહલીને મિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં ફેન્સે લખ્યું કે,તે વિરાટ કોહલીને મિસ કરી રહ્યો છે. વાયરલ થયેલા આ પોસ્ટરમાં સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.


ત્રીજી વનડેમાં ઋતુરાજ ગાયકવાડ અને જયદેવ ઉનડકટને તક મળી

ભારતીય ટીમ ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઋતુરાજ ગાયકવાડ અને જયદેવ ઉનડકટને સ્થાન આપ્યું છે, જ્યારે અક્ષર પટેલ અને ઉમરાન મલિકને બહાર બેસવું પડ્યું છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે.

  • Follow us on: