• ચહલને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન
  • ચહલના વર્લ્ડકપ રમવા પર સવાલ
  • કુલદીપને ટીમ ઈન્ડિયા આપી શકે તક

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે સીરિઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે, પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર ચહલ વિના મેદાનમાં ઉતરી છે. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, કુલદીપ યાદવ હવે ભારતનો પ્રથમ પસંદગીનો સ્પિનર ​​બની ગયો છે. સાથે જ રવિન્દ્ર જાડેજાને તેની બેટિંગના કારણે તક મળવાનું નિશ્ચિત છે. આ કારણે યુઝવેન્દ્ર ચહલ માટે આગળનો રસ્તો સરળ નથી.

ચહલને વર્લ્ડકપ માટે તક કેમ નહીં મળે?

માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ વર્લ્ડકપમાં કુલદીપ યાદવને પ્રથમ પસંદગીના સ્પિનર ​​તરીકે અજમાવશે, જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. જેથી યુઝવેન્દ્ર ચહલનું પત્તું કપાય તે લગભગ નિશ્ચિત છે. સાથે અક્ષર પટેલને કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યો છે. એટલે કે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ ઈજાગ્રસ્ત થશે, તો અક્ષર પટેલને તક આપવામાં આવશે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવાથી એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે, ચહલની વર્લ્ડકપ માટે પસંદગી કરવમાં આવશે નહીં.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 ભારતમાં યોજાશે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરે શરૂ થશે, જ્યારે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચ રમશે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં થશે.

  • Follow us on: