• 5 ઓક્ટોબરથી યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 શરૂ થશે
  • 29 સપ્ટેમ્બરથી વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ શરુ થવાની છે
  • બાકીની 8 ટીમોને વિઝાની મંજૂરી મળી ચૂકી છે

5 ઓક્ટોબરથી શરુ થતા ODI વર્લ્ડ કપ 2023 માટે 29 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ મેચો શરુ થશે. આ માટે તમામ દેશના ખેલાડીઓ ભારત આવવાને છે. જેના માટે આ 8 દેશોના ખેલાડીઓને વિઝા માટે મંજૂરી મળી ગઈ છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની ખેલાડીઓને ભારત સરકાર તરફથી વિઝાની મંજૂરી મળી નથી.

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા 29 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ મેચો રમાશે, જેથી મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમો ભારતીય પરિસ્થિતિઓમાં પોતાની જાતને તૈયાર કરી શકે. તે જ સમયે, પાકિસ્તાની ટીમને હજુ સુધી ભારત આવવા માટે વિઝા નથી મળી શક્યા, જેના કારણે તેની યોજનાઓ પર પાણી ફરી શકે છે.

પાકિસ્તાની ખેલાડીઓ દુબઈ થઈ ભારત આવવાના હતા

આ વખતે ODI વર્લ્ડ કપમાં ભારત સહિત કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં પાકિસ્તાન સિવાય અન્ય તમામ ટીમોને ભારત આવવા માટે વિઝા મળી ગયા છે. માહિતી અનુસાર, પાકિસ્તાને વર્લ્ડ કપ માટે ભારત રવાના થતા પહેલા દુબઈમાં પ્રેક્ટિસ કરવાની યોજના બનાવી હતી. આ પછી, તે ત્યાંથી સીધા હૈદરાબાદ જવા રવાના થવાના હતા, પરંતુ વિઝા ન મળવાને કારણે તેનો પ્લાન બરબાદ થઈ ગયો.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક સપ્તાહ પહેલા વિઝા માટે અરજી કરી હતી. હવે ટીમ 27 સપ્ટેમ્બરે દુબઈ જવા રવાના થશે અને ત્યાંથી ભારત આવશે. વિઝામાં વિલંબને લઈને પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટે આશા વ્યક્ત કરી છે કે તેમને નિર્ધારિત સમયમાં વિઝા મળી જશે. પાકિસ્તાનની ટીમે હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ સામે તેમની પ્રેક્ટિસ મેચ રમવાની છે.

નસીમ શાહ બહાર થતા હસન અલીને સ્થાન મળ્યું છે

પાકિસ્તાને 22 સપ્ટેમ્બરે ODI વર્લ્ડ કપ 2023 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આમાં નસીમ શાહનું નામ સામેલ નહોતું, જે ખભાની ઈજાને કારણે સમગ્ર મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. તેના સ્થાને હસન અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને ઉસામા મીર સહિત ત્રણ સ્પિન બોલરોને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ODI વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઈફ્તિખાર અહમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, સઈદ શકીલ, હરિસ રઉફ.

  • Follow us on: