- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં યોજાશે વર્લ્ડકપ
- વર્લ્ડકપ જીતવા ગંભીરે આપ્યો ગુરુમંત્ર
ભારતીય ક્રિકેટ ટીમ પોતાની મેજબાનીમાં વનડે વર્લ્ડકપ રમવા ઉતરશે, તો કરોડો ભારતીય ફેન્સની આશા અને વિશ્વાસ તેની સાથે હશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2011માં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીના નૈતૃત્વમાં વનડે વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારથી ફેન્સ ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. આ તમામ વચ્ચે 2011 વનડે વર્લ્ડકપ ટીમના ખેલાડી ગૌતમ હંભીરે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતવા માટે ગુરુમંત્ર આપ્યો છે.
12 વર્ષ બાદ મળશે ખિતાબ?
ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ICC વનડે વર્લ્ડકપ રમશે. જેની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો. જેથી હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, 19 નવેમ્બરે અમદાવાદમાં થનારી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા પહોંચશે કે નહીં અને જો પહોંચશે તો શું 12 વર્ષ બાદ વર્લ્ડકપ ટ્રોફી જીતવાનું સપનું પૂર્ણ કરશે?
વર્લ્ડકપ જીતવો છે તો...
આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય ગૌતમ ગંભીરે કહ્યું કે, જો ટ્રોફી જીતવી છે, તો ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. ગંભીરે એક ટીવી ચેનલને કહ્યું કે, મેં હંમેશા એ વાત કહી છે. આ ચીજમાં શંકાને કોઈ સ્થાન નથી કે, જો તમારે વર્લ્ડકપ જીતવો છે, તો તમારે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવી પડશે. અમે વર્ષ 2007માં વર્લ્ડકપ જીત્યો,ત્યારે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આવી જ રીતે વર્ષ 2011માં જ્યારે વનડે વર્લ્ડકપ જીત્યો, ત્યારે ફરી ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઈનલમાં હરાવ્યું હતું.
મોહાલીમાં મેળવી જીત
ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ મોહાલીમાં રમવામાં આવેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી છે. સીરિઝની શરૂઆતી 2 મેચમાં ટીમનું નૈતૃત્વ કેએલ રાહુલ કરી રહ્યા છે. જે બાદ ત્રીજી વનડેમાં રોહિત શર્મા વાપસી કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડકપ ફાઈનલમાં હરાવ્યું હતું. તે સમયે સૌરવ ગાંગુલી ટીમના કેપ્ટન હતા.