- T20 વર્લ્ડકપ 2024 માટે વેન્યૂ જાહેર
- વેસ્ટ ઈન્ડીઝના 7 વેન્યૂ પસંદ કરાયા
- અમેરિકાના 3 વેન્યૂ પર લાગી મહોર
આવતા વર્ષે જૂન મહિનામાં T-20 વર્લ્ડકપ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 4થી 30 જૂન વચ્ચે રમવામાં આવશે. વર્લ્ડકપની મેજબાની વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકા કરી રહ્યું છે. ICCએ આ ટૂર્નામેન્ટ માટે કેરેબિયાના 7 વેન્યૂ પર મહોર લગાવી છે. જેમાં એન્ટીગુઆ, બરબુડા, ડોમિનિકા, ગુયાના, સેંટ લુસિયા, સેંટ વિંસેંટ અને ગ્રેનેડાઈંસ, ત્રિનિદાદ અને ટોબૈગો સામેલ છે. આ પહેલાં 2022ની T-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ વિજેતા બની હતી.
20 ટીમ વર્લ્ડકપમાં લેશે ભાગ
વેસ્ટ ઈન્ડીઝના 7 વેન્યૂ ઉપરાંત અમેરિકાના ત્રણ શહેર પણ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ડલાસ, ફ્લોરિડા અને ન્યૂયોર્ક સામેલ છે. આમ આ ટૂર્નામેન્ટ કુલ 10 વેન્યૂ પર રમવામા આવશે. જેમાં 20 ટીમ 55 મેચ રમશે.
જ્યોફ અલાર્ડિસે શું કહ્યું?
વેસ્ટ ઈન્ડીઝના 7 વેન્યૂને લઈ ICCના મુખ્ય કાર્યકારી જ્યોફ અલાર્ડિસે કહ્યું કે, અમને તે 7 કેરેબિયાઈ વેન્યૂની જાહેરાત કરીને ખુશી થઈ રહી છે, જે અત્યાર સુધીના સૌથી મોટા ICC T-20 વર્લ્ડકપની મેજબાની કરશે. આ ટૂર્નામેન્ટમાં 20 ટીમ ટ્રોફી માટે લડશે.
વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના CEO એ શું કહ્યું?
સાથે વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના CEO જોની ગ્રેવે કહ્યું કે, આ એક રોમાંચક ક્ષણ છે. કારણ કે, અમે ઈતિહાસની સૌથી મોટી ICC T-20 વર્લ્ડકપની મેજબાની માટે વેન્યૂની જાહેરાત કરી રહ્યા છીએ. અહીં આવતા વર્ષે જૂનમાં 20 ટીમ 55 મેચ રમશે. અમને વિશ્વાસ છે કે, અમે એક સાથે મળીને એક વર્લ્ડ ક્લાસ ટૂર્નામેન્ટનું આયોજન કરશું. જેમાં અમારી સંસ્કૃતિ સાથે આ ક્ષેત્રનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે.