- આવતા વર્ષે રમાશે T20 વર્લ્ડકપ
- વર્લ્ડકપમાં 20 ટીમ લેશે ભાગ
- હવે 5 ટીમ ક્વોલીફાઈ કરી શકશે
આવતા વર્ષે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં ICC 2024 T20 વર્લ્ડકપ રમાશે. આ વર્ડકપમાં 20 ટીમ ભાગ લેશે. જેમાંથી 15 ટીમ ક્વોલીફાઈ થઈ ચૂકી છે. જેથી હવે માત્ર 5 ટીમ ક્વોલીફાઈ કરી શકશે.
3 ટીમે ક્વોલીફાઈ રાઉન્ડ રમીને સ્થાન નક્કી કર્યું
2024 T20 વર્લ્ડકપ માટે અત્યાર સુધી 2022 T20 વર્લ્ડકપની ટોપ 8 ટીમ અને ICC T20ની ટોપ 10 ટીમની બાકી 2 ટીમ, સાથે જ મેજબાન વેસ્ટઈન્ડીઝ અને અમેરિકાની સીધી એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત 3 ટીમે ક્વોલીફાઈ રાઉન્ડ રમીને પોતાનું સ્થાન નક્કી કર્યું છે.
1 ડિસેમ્બર સુધી તમામ ટીમ ક્વોલીફાઈ થશે
આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગીનીએ 2024 T20 વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ કરી લીધું છે. હવે બાકી 5 જગ્યાનો નિર્ણય અમેરિકા ક્વોલીફાયર, એશિયા ક્વોલીફાયર અને આફ્રિકા ક્વોલીફાયર પરથી થશે. અમેરિકાથી એક, અશિયા અને આફ્રિકાથી 2-2 ટીમને 2024 T20 વર્લ્ડકપની ટિકિટ મળશે. ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર 2023 સુધી 2024 T20 વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ 20 ટીમનું નામ સ્પષ્ટ થઈ જશે.
15 ટીમને 2024 T20 વર્લ્ડકપમાં મળ્યું સ્થાન
અત્યાર સુધી મેજબાન વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકા ઉપરાંત ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિનીએ 2024 T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું છે.
પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં 20 ટીમ ભાગ લેશે
ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં 20 ટીમ ભાગ લેશે. આ 20 ટીમની 4 ગ્રુપમાં વહેચણી કરવામાં આવશે. 5-5 ટીમવાળા 4 ગ્રુપમાં ટોપ-2માં રહેનારી 8 ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. જે બાદ આ ગ્રુપમાં ટોપ-2માં રહેનારી ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. જે બાદ ફાઈનલ મેચ રમવામાં આવશે.