• એબી ડિવિલિયર્સે શુભમન ગિલને લઈ કરી ભવિષ્યવાણી
  • ગિલને વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી કહ્યો
  • એશિયા કપમાં શુભમન ગિલે બનાવ્યા હતા સૌથી વધુ રન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે 3 વનડે મેચની સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે. હવે આ બંને દેશ વચ્ચે ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રમવામાં આવશે. શુભમન ગિલે આ સીરિઝની શરૂઆતી 2 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેને લઈ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે શુભમન ગિલની પ્રશંસા કરી છે. તેમણે એક દિલચસ્પ ભવિષ્યવાણી પણ કરી છે. ડિવિલિયર્સે કહ્યું કે, ગિલ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બનશે.

એબી ડિવિલિયર્સે શું કહ્યું?

એબી ડિવિલિયર્સે કહ્યું કે, શુભમનની ટેકનીક ખુસ સિમ્પલ છે. તેની સ્ટાઈલ અને ટેકનીક વિશ્વના બેસ્ટ ખેલાડી જેવી સિમ્પલ છે. જો સ્ટીવ સ્મિથનું ઉદાહરણ લઈએ તો, તે ખુબ અલગ ટેકનીક સાથે રમે છે. તેની સામે શુભમન ગિલ ટ્રેડિશનલ અને સીધી ટેકનીક સાથે રમે છે. તે અલગ-અલગ પ્રકારની ચીજ પણ ટ્રાઈ કરે છે. ગિલ પાસે ખુશ સ્ટ્રેંથ છે.

ભવિષ્યમાં ગિલનું સારૂં પ્રદર્શન જોવા મળશે

તેમણે કહ્યું કે, આપણે શુભમનને IPLમાં જોયો છે. તે ખુબ યુવા છે. આ સાથે તે અનુભવી પણ બની રહ્યો છે. આપણે ભવિષ્યમાં ગિલનું વધુ સારૂં પ્રદર્શન જોવા મળશે. મને લાગે છે કે, ગિલ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બનશે.

બીજી વનડેમાં શુભમન ગિલે ફટકારી સદી

ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ અત્યારે ફોર્મમાં ચાલી રહ્યો છે. ગિલે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં 74 રનની ઈનિંગ રમી હતી. ગિલે 63 બોલનો સામનો કરીને 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. ભારત આ મેચ 5 વિકેટે જીત્યું હતું. ગિલે બીજી વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી વનડેમાં ગિલે 97 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ગિલે 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. ટીમે આ મેચમાં પહેલાં બેટિંગ કરીને 399 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન બનાવી શકી હતી.

  • Follow us on: