• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ત્રીજી વનડે રમાશે
  • રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે રમાશે મેચ
  • ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર જશે ચીન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમવામાં આવશે. બંને ટીમ બુધવારે બપોરે 1:30 કલાકે આમને-સામને આવશે. ભારતીય ટીમે સીરિઝની પ્રથમ 2 મેચમાં ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. આ પ્રકારે કેએલ રાહુલના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા સીરિઝ જીતી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઈંદોર વનડેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો, પરંતુ રાજકોટ વનડેમાં જસપ્રીત બુમરાહનું રમવું નક્કી છે.

ગાયકવાડ અને મુકેશ કુમાર ચીન રવાના થશે

આ ઉપરાંત ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર ત્રીજી વનડેમાં રમશે નહીં. આ બંને ખેલાડી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી છે. જેથી આ બંને ખેલાડી ચીન રવાના થશે. એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમના કેપ્ટન છે, જ્યારે મુકેશ કુમાર ભારતીય સ્ક્વોડનો ભાગ છે. આ કારણે આ બંને ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે માટે ઉપલબ્ધ થશે નહીં. ઉલ્લેખનીય છે કે, મુકેશ કુમારને જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવ્યો હતો.

મોહાલીમાં ઋતુરાજ રમ્યો શાનદાર ઈનિંગ

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલી વનડેમાં 77 બોલ પર 71 રનની ઈનિંગ રમી હતી. તેમણે પોતાની ઈનિંગમાં 10 ફોટ ફટકારી હતી. જો કે, આ સીરિઝની બીજી મેચમાં ઋતુરાજ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં ઋતુરાજને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે આઉટ કર્યો હતો.

આવતીકાલે રમાશે ત્રીજી વનડે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ આવતીકાલે બપોરે 1:30 કલાકે શરૂ થશે. આ ઉપરાંત મેચ માટે બંને ટીમનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે.

  • Follow us on: