- બીજી વનડે મેચમાં ભારતીય ટીમની જીત
- ભારતે સીરિઝ પર 2-0થી લીડ મેળવી
- અય્યરે કોહલીને લઈ આપ્યું નિવેદન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંદોરમાં વનડેમાં શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી હતી. આ ખેલાડીએ 90 બોલમાં 105 રન બનાવ્યા હતા. આ મેચમાં શ્રેયસ અય્યર નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, આ નંબર પર વિરાટ કોહલી બેટિંગ કરે છે. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ અય્યરે કોહલી પર પ્રતિક્રિયા આપી છે.
કોહલી પર આપી પ્રતિક્રિયા
શ્રેયસ અય્યરે કહ્યું કે, આ ઈનિંગ બાદ હું ખુશ છું. હું કોઈ પણ નંબરે બેટિંગ કરવા માટે તૈયાર છું. ટીમની સ્થિતિ અનુસાર હું બેટિંગ કરીશ. આ ઉપરાંત અય્યરે વિરાટ કોહલી પર પોતાની વાત રાખતા કહ્યું કે, કોહલી સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે. એ વાતની કોઈ સંભાવના નથી કે, હું વિરાટ કોહલીની જગ્યાએ નંબર 3 પર બેટિંગ કરીશે. મારો પ્રયાસ એ રહેશે કે, જે નંબર પર બેટિંગ મળશે, તે નંબર પર ટીમ માટે રન બનાવીશ.
"ગત થોડા મહિનાથી મહેનત કરૂં છું"
શ્રેયસ અય્યરે કહ્યું કે, આ સફર ઉતાર-ચડાવ વાળો રહ્યો છે. ગત અમુક મહિનાથી હું ખુબ મહેનત કરી રહ્યો હતો. જો કે, તે પડકાર સમયે મારા મિત્રો, ટીમ મેટ્સ અને પરિવાર મારી સાથે હતો. હું ટીવી પર મેચ જોતો હતો, પરંતુ જલ્દી ફિટ થઈને મેદાન પર આવવા પણ માંગતો હતો. મને મારા પર વિશ્વાસ હતો. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝની બીજી મેચમાં શ્રેયસ અય્યરે 90 બોલ પર 105 રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગ માટે શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.