- 27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે
- ત્રીજી વનડે મેચમાં અક્ષર પટેલને ન મળ્યું સ્થાન
- અક્ષર પટેલના વર્લ્ડકપ રમવા પર સવાલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ પહેલાં ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટમાં રમાનારી ત્રીજી વનડે મેચ પહેલાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલ છેલ્લે એશિયા કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમ્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રથમ 2 મેચમાં આરામ અપાયો હતો
ટીમ કમિટીએ અક્ષરની ઈજાને બાએ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન જાહેર કરી હતી અને તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ 2 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ મળતી માહિતી મુજબ, અક્ષર ત્રીજી અને અંતિમ વનડે મેચમાં પણ રમશે નહીં.
અક્ષરની જગ્યાએ અશ્વિન અને સુંદર દાવેદાર
અક્ષર પટેલની ગેરહાજરમાં ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. જો કે, અક્ષર પટેલની સ્થિતિને લઈ આશા છે, પરંતુ જો તે વર્લ્ડકપ પહેલાં ફિટ થશે નહીં, તો તેની જગ્યાએ અશ્વિન અથવા સુંદરને સ્થાન આપવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે માટે ભારતીય ટીમ-
રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ