• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ 2 વનડેમાં ભારતની જીત
  • 27 સપ્ટેમ્બરે રમવામાં આવશે ત્રીજી વનડે
  • ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં થઈ શકે ફેરફાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતી બંને વનડે મેચમાં જીત મેળવી છે. જેથી હવે ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર થઈ શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બાલર શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેમાં આરામ કરી શકે છે.

શાર્દુલ ઠાકુરને પણ આપવામાં આવી શકે આરામ

મળતી માહિતી મુજબ, ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ગિલ અને શાર્દુલ ત્રીજી વનડે માટે રાજકોટ જશે નહીં, પરંતુ આ બંને ખેલાડી ગુવાહાટીમાં ટીમ જોઈન્ટ કરશે. વર્લ્ડકપ પહેલાં રમાનારી વોર્મઅપ મેચમાં ભારત પ્રથમ મેચ ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. જો કે, ટીમ વર્લ્ડકપમાં પ્રથમ લીગ મેચ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.

બીજી વનડેમાં ગિલે ફટકારી સદી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ ઈંદોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. જેમાં ગિલે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 104 રનની ઈનિંગ રમી હતી. આ ગિલની વનડે કરિયરની છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ સદી હતી.

ભારતીય ટીમમાં આ ફેરફાર થઈ શકે

બીજી વનડે મેચમાં ન રમનારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ત્રીજી વનડેમાં વાપસી થઈ શકે છે. બુમરાહને શાર્દુલની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ત્રીજી વનડેમાં ભારીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની વાપસી થશે. જેથી ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ગિલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા આવશે.

ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી

  • Follow us on: